ટોપ ન્યૂઝનેશનલ

Breaking News: મણિપુરમા રાષ્ટ્રપતિ શાસન લાગુ, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

નવી દિલ્હી : મણિપુરમાં (Manipur President Rule)એક મહત્વના રાજકીય ઘટનાક્રમમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું એન બિરેન સિંહના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની ચર્ચા હતી. તે દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મણિપુરમાં રાજકીય સંકટઃ સંબિત પાત્રાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા રહસ્ય ઘેરાયું…

બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું

રાજયમાં વિધાનસભા સત્ર શરૂ થતા પૂર્વે મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજીનામું આપ્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. તેની બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે ​​રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી.

બંધારણની કલમ 356 હેઠળ નિર્ણય

ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજ્ય સરકાર આ બંધારણની જોગવાઈઓ અનુસાર કાર્ય કરી શકતી નથી. ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય બંધારણની કલમ 356 હેઠળ લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button