બ્રેકિંગઃ વિનેશ ફોગાટની અરજી મુદ્દે મળ્યા મોટા સમાચાર, સિલ્વર મેડલની અરજી ફગાવી

Paris Olympics: વિનેશ ફોગાટના કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં તેના કેસને ફગાવી દેવામાં આવ્યો છે, જેથી કુસ્તીમાં વિનેશને મળનારા મેડલની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.
પેરિસ ઓલિમ્પિક 2024 પછી ભારતીય ચાહકો માટે આખરે એક નહીં ગમતા સમાચાર જાણવા મળી રહ્યા છે, જેમાં સ્ટાર રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ ચુકાદાની સુનાવણી માટે તારીખ ટાળવામાં આવી હતી.
આ કેસમાં આજે ચુકાદો આપવામાં આવ્યો છે. સીએએસએ વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. એનો અર્થ એ છે કે હવે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે નહીં. હવે એ વાત પણ જણાવી દઈએ કે આ કેસમાં ચુકાદો 13મી ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ હવે ખબર આવી રહી છે કે એની તારીખ આગળ વધારીને 16મી ઓગસ્ટ કરવામાં આવી હતી, પણ હવે એના અંગે કોર્ટે ચુકાદો આપ્યો છે.
શું હતો મુદ્દો?
પેરિસ ઓલિમ્પિક વખતે વિનેશે છઠ્ઠી ઓગસ્ટના સતત ત્રીજી મેચ જીતીને પ0 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઈનલમાં એન્ટ્રી કરીને સિલ્વર મેડલ નક્કી કર્યો હતો. ગોલ્ડ મેડલ મેચ સાતમી ઓગસ્ટે રાતે ફાઈનલ હતી, પરંતુ સવારે તેનું વજન 100 ગ્રામ વધારે હોવાથી ડિસ્કવોલિફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ સીએસએસમાં કેસ કર્યો હતો. વિનેશની પહેલી અરજી ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી માગી હતી, પરંતુ નિયમોનું પાલન કરતા આ માગને મંજૂર કરી નહોતી. ત્યાર બાદ વિનેશે અપીલ કરીને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ માગ્યો હતો, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે અરજી ફગાવી છે.