ટોપ ન્યૂઝનેશનલ

વહેલી સવારે પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરતાં મચ્યો હોબાળો; પાર્ટી કરશે રાજ્યવ્યાપી દેખાવો

પટણા: બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષાઓને લઈને ચાલી રહેલા આંદોલનમાં આમરણ અનશન પર બેઠેલા જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરની (Prashant Kishore) પટણા પોલીસે ધરપકડ કરી છે. પટણાના ડેપ્યુટી કમિશનર ચંદ્રશેખરે આ વાતની પુષ્ટિ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રશાંત કિશોરને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહયું છે. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરની ગાંધી મેદાનથી ધરપકડ કરી હતી.

ઉપવાસ તોડવાનો પ્રયાસ જન સૂરજ પાર્ટીએ આ મામલે વિરોધ વ્યક્ત કરો છે અને ટ્વીટના કહ્યું કે પોલીસ પ્રશાસને પ્રશાંત કિશોરને ગાંધી મેદાનથી એઈમ્સ લઈ જઈને ઉપવાસ તોડવાનો પ્રયાસ કર્યો. ઉપવાસ તોડવામાં નિષ્ફળ રહ્યા બાદ પ્રશાસન પ્રશાંત કિશોરને નવી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રશાંત કિશોરને જોવા માટે એઈમ્સની બહાર એકઠા થયેલા ટોળા પર પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરનો મામલો હવે જોર પકડી રહ્યો છે.

પાર્ટીએ કર્યા આરોપ પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે પ્રશાંત કિશોરને વિરોધ સ્થળ પરથી ઉઠાવી લેવામાં આવ્યા છે, પરંતુ તેમના આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. પોલીસ પ્રશાંત કિશોરને પટના એઈમ્સમાં લઈ ગઈ. તેમને બીજા લોકોથી અલગ કરી દેવામાં આવ્યા છે. પ્રશાંત કિશોરે એઈમ્સમાં કોઈપણ પ્રકારની સારવાર કરવાનો ઈન્કાર કર્યો છે અને તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે.

Also read: બિહારમાં ‘કમળ’ પર ‘વમળ’: શાંત નથી આ પ્રશાંત – શું કહી દીધું કિશોરે ?

પોલીસ-સમર્થકો વચ્ચે ઘર્ષણ જન સૂરજના પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની ધરપકડ સમયે પોલીસ અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ પછી પ્રશાંત કિશોરને લઈ જવામાં આવ્યા હતા. જેના કારણે કાર્યકરોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રશાંત કિશોરની ધરપકડના વિરોધમાં આજે પાર્ટી રાજ્યભરમાં દેખાવો કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button