કૉંગ્રેસના મોઢા પર મુક્કો મારી boxer Vijender Singh જોડાશે ભાજપમાં…
નવી દિલ્હીઃ કૉંગ્રેસના મથૂરાના ઉમેદવાર તરીકે અભિનેત્રી Hema Maliniને જે ટક્કર આપવાનો હતો તે બોક્સર વિજેન્દ્ર સિંહે કૉંગ્રેસને જ મુક્કો મારી ભાજપમાં પ્રવેશ કર્યો છે. વિજેન્દ્રએ એક ટ્વીટ કરી સૌને ચોંકાવી દીધા હતા અને પોતે કૉંગ્રેસ છોડતા હોવાની અટકળો વહેતી કરી હતી. વિજેન્દ્રએ ટ્વીટ કરી હતી કે જનતા જ્યાં ઈચ્છશે ત્યાં જઈશ. વિજેન્દ્ર 2019ની લોકસભાની ચૂંટણી કૉંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
વિજેન્દ્ર ભાજપના કાર્યાલય પહોંચી ગયા છે અને થોડા જ સમયમાં તે વિધિવત રીતે કેસરીયો ખેસ પહેરશે. પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનીત વિજેન્દ્રનો આ નિર્ણય ચોંકાવનારો છે.
જાટ સમુદાયના વિજેન્દ્રને ભાજપ હરિયાણાથી ટિકિટ આપે તેવી સંભાવના છે. કૉંગ્રેસે વિજેન્દ્રને યુપીના મથૂરાથી ટિકિટ આપવાનું લગભગ નક્કી કરી લીધું હોય અને બિનસત્તાવાર રીતે જાહેરાત કરી દીધી હોય તેવા અહેવાલો હતા. અહીં તે અભિનેત્રી અને બે ટર્મની સાંસદ હેમા માલિનીને ટક્કર આપશે તેવા સમાચારો વહેતા થયા હતા, પરંતુ અચાનક તેણે પક્ષ પલટો કરી લેતા સૌ કોઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.