
નવી દિલ્હી: દિલ્હીની બે મોટી શાળાઓ ફરી એક વાર બોમ્બથી(Bomb)ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે શાળાઓમાં ગભરાટ ફેલાયો હતો. જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર વિભાગને સવારે લગભગ 7 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક સતર્ક બન્યું હતું અને બાળકોને પરત મોકલી દીધા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
ઈમેલ મોકલનારને ઓળખવાના પ્રયાસો
પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ શાળાના પરિસરમાં તપાસ કરી હતી. જો કે, હાલમાં કોઈ વિસ્ફોટકની શોધની પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે, અને ઈમેલ મોકલનારને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ શાળાઓમાં તકેદારી વધારી દેવામાં આવી છે.
ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે
દિલ્હી પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે. પોલીસની ટીમો ઘટના સ્થળે છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બંને શાળાઓમાં તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
Also Read – Weather Update: દિલ્હીમાં સામાન્ય વરસાદ બાદ ઠંડી વધી, લધુત્તમ તાપમાન હજુ ઘટશે
ઉલ્લેખનીય છે કે, બે મહિના પૂર્વે દિલ્હી અને દેશભરમાં CRPFની ઘણી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. દિલ્હીના પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં, લખનૌમાં ત્રણ અગ્રણી સ્થળોએ બોમ્બની ધમકીઓ ખોટી હોવાનું બહાર આવ્યું હતું.