નેશનલ

શાળાઓમાં બોમ્બની ધમકી, પાકિસ્તાન કનેક્શન?

દિલ્હી સરકારે બહાર પાડી સ્કૂલ માટે એડવાઈઝરી

નવી દિલ્હીઃ દિલ્હી અને આસપાસના વિસ્તારોની ૧૦૦થી વધુ શાળામાં બોમ્બની ધમકીનાં કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓને આશંકા છે કે દેશમાં અસ્થિરતા લાવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆનાં ઇશારે આ કાવતરું આઇએસઆઇએસ મોડયુલે રચ્યું છે. જોકે, કેસની તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન દિલ્હી પોલીસને બોમ્બની ધમકી અંગે કુલ 131 કોલ મળ્યા બાદ સમગ્ર સ્કૂલ-કોલેજ પ્રશાસન સતર્ક બન્યું છે. આ અંગે દિલ્હી સરકારે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું હતું કે તમામ સરકારી અને ખાનગી સ્કૂલ પોતાના સત્તાવાર ઈમેલ આઈડી પર જે કોઈ મેસેજ અથવા ઈમેલ આવે એની સમયસર ચેક કરે. એ પછી સ્કૂલ ટાઈમથી પહેલા હોય કે પછી પણ રેગ્યુલર ચેક કરવામાં આવે. ઉપરાંત, જો કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો એના અંગે પોલીસને સતર્ક કરવામાં આવે તથા દિલ્હી પોલીસ, જિલ્લા અથવા ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટરને જાણ કરે.

ગુપ્તચર સુત્રોના જણાવાયાનુસાર, લોકસભા ચૂંટણી દરમિયાન આઈએસ આઈ સતત હિન્દુસ્તાનમાં અસ્થિરતા લાવવાનો અને ભયનું વાતાવરણ સર્જવાનાં પ્રયાસરત છે. આ માટે આઈએસઆઈનાં ઇશારે આઈએસઆઈ એસ સતત હિન્દુસ્તાન વિરુદ્ધ સાઈબર વોરનું કાવતરું ઘડી રહ્યું હતું. આ જ કારણ છે કે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોઈ આતંકવાદી સંગઠનનું કાવતરું તો નથી ને?

આપણ વાંચો: નવાઝ શરીફના જમાઈએ ભારતને આપી પરમાણુ બોમ્બની ધમકી

સવારે 4 વાગ્યે આવ્યો ધમકીભર્યો મેઈલ

બુધવારે સવારે 4 વાગ્યા આસપાસ દિલ્લીની ૬૦ અને નોઈડા અને ગેટર નોઇડાની લગભગ 40થી વધુ શાળામાં એક મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી. આ ખબર મળતા જ શાળાઓમાં અફરાતફરીનો માહોલ બની ગયો.વિધાર્થીઓને તુરંત જ શાળાની બહાર સુરક્ષિત રીતે લાવામાં આવ્યા અને વાલીઓને સંદેશ મોકલી તેઓના બાળકોને પરત લઇ જવા માટે જાણ કરવામાં આવી.

આખરે કશું જ ના મળ્યું

જ્યાં બોમ્બની સૂચના મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ એ શાળામાં તપાસ આરંભી દીધી. કોઈ પણ શાળાઓમાં કશું જ નાં મળ્યું.જે શાળાઓને બોમ્બની ધમકી મળી તેમાં દ્વારકા, ડીપીએસ, મયૂર વિહારની મધર મેરી, દિલ્લીની સંસ્કૃતિ સ્કૂલ અને નોઈડાની ડીપીએસ જેવી હાઈ પ્રોફાઈલ શાલો સામેલ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો