મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | મુંબઈ સમાચાર
નેશનલ

મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હી : દેશમાં શાળાઓ, એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ સતત આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફલાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેની બાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેમજ મુસાફરોને સર્તક રહેવા જણાવવામાં આવ્યું હતું.

ફ્લાઈટમાં 200 મુસાફર સવાર હતા

આ વિમાન સવારે આઠ વાગે લેન્ડ થવાનું હતું. જેમાં 200 મુસાફર સવાર હતા. આ ધમકી મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેમજ સુરક્ષા એજન્સીઓને વિમાનની તપાસ કરી હતી. જોકે, તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

આ પણ વાંચો: કૉમેડિયન કપિલ શર્માને એક કરોડની ખંડણી માટે ધમકી આપનારો પકડાયો

ઇન્ડિગો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના જણાવ્યા અનુસાર એરબસ A321neo એરક્રાફ્ટ ફ્લાઇટ સવારે 7:53 વાગ્યે ઉતરાણ કર્યું હતું. તેમજ ઇન્ડિગો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

દિલ્હીમાં અનેક વાર ધમકીઓ આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હી એરપોર્ટ, શાળાઓ અને અન્ય ઘણી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જયારે 20 સપ્ટેમ્બરના રોજ પણ દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ અગાઉ પણ એરપોર્ટ, શાળાઓ અને હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. જે બધી ખોટી સાબિત થઈ હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button