નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની કેટલીક શાળાઓને ફરી એકવાર બોમ્બથી(Bomb) ઉડાવવાની ધમકી મળી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પુર્વ કૈલાશ ડીપીએસ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં સવારે સાડા ચાર વાગ્યે બોમ્બની ધમકીનો પહેલો કોલ આવ્યો હતો. આ પછી શાળાઓને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વિસ્ફોટ કરવામાં આવશે.
Also Read – દિલ્હી ચૂંટણીઃ કૉંગ્રેસે 21 ઉમેદવાર કર્યા જાહેર, જાણો કેજરીવાલ સામે કોણ લડશે
ગુપ્ત ડાર્ક વેબ મેલ અને રેડ રૂમનો ધમકી આપવામાં ઉપયોગ
એક શાળાને મળેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમારી શાળાના પરિસરમાં અનેક વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. તેમજ તમે શાળામાં પ્રવેશ કરતાં તમામ વિદ્યાર્થીઓની બેગની તપાસ કરતા નથી. આ ધમકી આપવામાં ગુપ્ત ડાર્ક વેબ મેલ અને કેટલાક રેડ રૂમનો ધમકી આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. બોમ્બ ઈમારતોને ઉડાવવા અને લોકોને નુકસાન પહોંચાડવા શક્તિશાળી છે.
અમારી માંગણીઓ સંદર્ભે આ ઈમેલનો જવાબ આપો
ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલમાં લખ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે શાળામાં શુક્રવાર અને શનિવારે પીટીએમ યોજાવા જઈ રહ્યું છે. આ દરમિયાન વાલીઓ અને શિક્ષકો ઉપરાંત બાળકો પણ હાજર રહેશે. બોમ્બ વિસ્ફોટ માટેની આ સારી તક હશે. 13મી ડિસેમ્બર 2024 અને 14મી ડિસેમ્બર 2024 એ દિવસો હોઈ શકે છે. જ્યારે તમારી શાળાએ બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે. ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે શાળામાં બોમ્બ મુકવામાં આવ્યા છે અને 13 અને 14 ડિસેમ્બરે બ્લાસ્ટ કરવામાં આવશે. અમારી માંગણીઓ સંદર્ભે આ ઈમેલનો જવાબ આપો, નહીંતર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.