નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષના પ્રિયજને ગુમાવ્યો જીવ, કહ્યું વિશ્વાસ નથી નથો…

નવી દિલ્હી: સોમવાર, 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ પર થયેલા કાર વિસ્ફોટે રાજધાની સહિત આખા દેશને દહેશતમાં મૂકી દીધું છે. હ્યુન્ડાઈ આઈ-20 કારમાં થયેલા ધડાકામાં 9 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાએ બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષને પણ આધાતમાં મુકી દિધી છે, કેમ કે આ હુમલામાં તેણે પોતાની શાળીની ફ્રેન્ડ સુનીતા મિશ્રાને ગુમાવી છે.

ઉલ્લેખનીય છે કે, પાયલ ઘોષ આ ઘટનાથી ગહન દુ:ખમાં છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટના એક અઠવાડિયા પહેલા જ સુનીતા સાથે વાતચીત થઈ હતી. તેણે કહ્યું, “હજુ વિશ્વાસ નથી થતો કે તે હવે નથી. સુનીતા હમેશા પોતાની આજુબાજું સકારાત્મકતા ફેલાવતી હતી. તે એટલી દયાળુ વ્યક્તિ હતી કે તેની સાથે આ ઘટના બનવી અસ્વાભાવિક લાગે છે.

પાયલે વધુમાં કહ્યું, “ તે માત્ર મારી ફ્રેન્ડ ન હતી, પણ મારો પરિવાર હતી. અમે સાથે મોટા થયા, સપના જોયા, હસ્યા રમ્યા અને એક બીજાનું સ્ટ્રગલ પણ જોયું. તેને આ રીતે ગુમાવવું… મારી પાસે શબ્દો નથી.” તેણે લોકોને પીડિત પરિવારોની મદદ માટે એકજુટ થવા અપીલ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મૃતકોના પરિવારોને 10 લાખ અને ગંભીર ઘાયલોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ X પર લખ્યું, “આ કપરા સમયમાં દિલ્હી સરકાર પીડિત પરિવારો પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરે છે.” કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના મુખ્ય શહેરોમાં સુરક્ષા વધારવા આદેશ આપ્યો છે. તપાસમાં જમ્મુ-કાશ્મીરથી આતંકી સંબંધોની શંકા ઊભી થઈ છે.

આપણ વાંચો:  દિલ્હી બ્લાસ્ટમાં ‘હાઈ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકો’ના ઉપયોગની શંકા, શું વિદેશથી જોડાયેલા છે આ બ્લાસ્ટના તાર?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button