રક્ષાબંધનનો ઉમંગ માતમમાં ફેરવાયો : મધ્ય પ્રદેશમાં બોર્ડ ટોપર વિદ્યાર્થિનીએ ઘરમાં જ ટૂંકાવ્યું જીવન !

રીવા: મધ્ય પ્રદેશના રીવામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વર્ષ 2020માં 12મા ધોરણમાં રાજ્યમાં ટોપ કરનાર વિદ્યાર્થીની ખુશી સિંહે આત્મહત્યા કરી લીધી છે. ખુશીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જો કે બીજી તરફ એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ આ પગલું કેમ ભર્યું તેના વિચારથી લોકો આશ્ચર્યમાં છે.
આ પણ વાંચો: દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો
આ ઘટના રીવા જિલ્લાના ત્યોંથર સ્થિત સોહાગી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દીધો છે અને હવે તેની કેસની વધુ તપાસ હાથ ધરી છે. 22 વર્ષીય ખુશી સિંહનો મૃતદેહ ઘરની અંદર લટકતો મળી આવ્યો હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના બધા સભ્યો બીજા રૂમમાં હતા. જ્યારે તે લોકો ખુશીના રૂમમાં ગયા ત્યારે તેમણે ખુશીની લાશ લટકતી જોઈ. ત્યારબાદ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા
આત્મહત્યા કરનાર ખુશી સિંહ જિલ્લાની આશાસ્પદ વિદ્યાર્થીની હતી. વર્ષ 2020માં તેણે 12માના પરિણામમાં ટોપ કર્યું હતું અને આર્ટસ પ્રવાહમાં 500/486 માર્કસ મેળવીને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તેના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. આ ઘટનાને પગલે પરિવારના રક્ષાબંધન પર્વની ખુશી માતમમાં ફેરવાઈ ચૂકી છે.