99 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે, જાણો મુંબઈમાં ક્યાંથી કોણ લડશે
મુંબઈઃ ઘણા લાંબા સમયથી સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ એકસાથે 99 ઉમેદવારની યાદી બહાર પાડી દીધી છે. જેમાં મોટા ભાગે એવી બેઠકો છે જે ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે.
આ યાદીમાં ભાજપના મહારાષ્ટ્રના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપે અશોક ચવ્હાણની પુત્રીને તક આપી છે. અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને પણ ભાજપ દ્વારા તક આપવામાં આવી છે. શ્રીજયા ભોકર બેઠક પરથી ચૂંટણી લડશે.
આ સાથે ભાજપે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવેને પણ ટિકિટ આપી છે. તેઓ ભોકરદન બેઠક પરથી ચૂંટણી લડશે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો
મુંબઈની બેઠકો પરથી પણ નામ જાહેર થયા છે. મોટા ભાગે પ્રવર્તમાન વિધાનસભ્યને ફરી ટિકિટ આપવાનો નિર્ણય પક્ષે કર્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટનની બેઠકોની યાદી આ પ્રમાણે છે
વિધાનસભા | ઉમેદવાર |
મલબાર હીલ: | મંગળ પ્રભાલ લોઢા |
કોલાબા: | રાહુલ નાર્વેકર |
વડાલા: | કાલિદાસ કોળંબકર |
સાયન કોલિવાડા: | તમિળ સેલ્વમ |
વાંદ્રા પ.: | આશિષ શેલાર |
ઘાટકોપર પ.: | રામ કદમ |
વિલે પાર્લે : | પરાગ અલવાણી |
અંધેરી પ.: | અમિત સાતમ |
ગોરેગાંવ: | વિદ્યા ઠાકુર |
મલાડ પ.: | વિનોદ શેલાર0 |
ચારકોપ: | યોગેશ સાગર |
કાંદિવલી પૂ: | અતુલ ભાતખળકર |
મુલુન્ડ: | મિહિર કોટેચા |
દહીંસર: | મનીષા ચૌધરી |
બેલાપુર: | મંદા મ્હાત્રે |
એરોલી: | ગણેશ નાઈક |
થાણે: | સંજય કેળકર |
ડોંબિવલી: | રવિન્દ્ર ચવ્હાણ |
કલ્યાણ પૂ: | સુલભા ગાયકવાડ |
ભિવંડી પ: | મહેશ ચૌઘુલે |
નાલાસોપારા: | રાજન નાઈક |
પનવેલ: | પ્રશાંત ઠાકુર |