Blinkit હવે ’10 મિનિટ ડિલિવરી’ બંધ કરશે! સરકારના હસ્તક્ષેપ બાદ કંપનીનો જાહેરાત

નવી દિલ્હી: સોશિયલ સિક્યોરિટીનો અભાવ, પ્રેસર વાળી વર્કિંગ કંડીશન અને ઓછા વેતન સહીતના પ્રશ્નો મુદ્દે તાજેતરમાં પ્લેટફોર્મ અને ગિગ વર્કર્સે હળતાળ કરી હતી. સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ અને ગિગ વર્કર્સના મુદ્દા જોરશોરથી ઉપડવામાં આવ્યા હતાં અને સરકારને હસ્તક્ષેપ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. એવામાં અહેવાલ છે કે બ્લિંકિટ તેની 10-મિનિટની ડિલિવરી બ્રાન્ડિંગ છોડવા માટે તૈયાર છે, અન્ય કંપનીઓ પણ આ અંગે વિચાર કરી રહી છે.
નોંધનીય છે બ્લિંકિટ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો, ફ્લિપ કાર્ટ મિનટ્સ, બિગ બાસ્કેટ નાઉ જેવી કંપનીઓ ગ્રાહકોને માત્ર 10 મિનીટમાં ડિલીવરીનું વચન આપે છે. અહેવાલ મુજબ કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ હસ્તક્ષેપ કરીને આ કંપનીઓને ડિલિવરી માટેના ફિક્સ્ડ ટાઈમ વચનો ન આપવા જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મનસુખ માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના પદાધિકારીઓ સાથે બેઠકો કરી હતી. તેમણે કંપનીઓને તેમના બ્રાન્ડિંગ અને માર્કેટિંગથી ડિલિવરી ટાઈમ લિમીટ દૂર કરવા જણાવ્યું હતું. ડિલિવરી ટાઈમ લિમીટને કારણે કામદારો પર દબાણ વધે છે.
બ્લિંકિટ પર ડિલીવરી ધીમી થઇ જશે:
અહેવાલ મુજબ બ્લિંકિતે 10-મિનિટમાં ડિલિવરીનું બ્રાન્ડિંગ છોડવાની તૈયારી બતાવી છે, અન્ય કંપનીઓ પણ આવો જ નિર્ણય લઇ શકે છે. બ્લિંકિટ તેના પ્રમોશન કેમ્પેઈનમાંથી “10-મિનિટ ડિલિવરી” જેવા શબ્દો દુર કરશે.
આ ફેરફારનો મતલબ એ નથી કે ડિલિવરી માટે વર્કર્સને વધુ સમય આપવામાં આવશે અને ડીલીવરી પહેલા કરતા ધીમી થઇ જશે. ગ્રાહકોને ફક્ત 10-મિનીટ ડિલીવરીનું વચન આપવાનું બંધ થશે.
વર્કર્સ યુનિયનોએ સરકારને જણાવ્યું હતું કે ઓછા સમયમાં ડિલિવરી કરવના દબાણને કારણે કામદારોના જીવન સામે જોખમ ઉભું થઇ શકે છે. અહેવાલ મુજબ સરકાર ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સાથે પણ વાત કરી રહી છે.
આ પણ વાંચો…મધરાતે 3 વાગ્યે આ રીતે બ્લિંકિટનો ડિલીવરી બોય દેવદૂત થઈ આવ્યો બે યુવકોની વ્હારે, વીડિયો થયો વાઈરલ…



