નેશનલ

બ્લેન્કેટની ચોરી કરવારને ગામના લોકોએ રંગે હાથ પકડ્યો અને…..

ઝારખંડ: ઝારખંડના દેવઘરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના લોકોએ પંચાયતના વડા પર ધાબળા ચોરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્રામજનો એ દાવો કર્યો હતો કે તેઓએ વડાના પુત્રને ધાબળા ચોરતા રંગે હાથ પકડ્યો છે. સમગ્ર ઘટનાની માધુપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી.

ગામલોકોએ દેવઘર માધુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભેડવા પંચાયતના વડા મુન્દ્રિકા દેવી અને તેના પુત્ર પર ધાબળા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પંચાયતના વડાને પુત્ર રવિ કુમારને રાત્રે પંચાયત સચિવાલયની બિલ્ડીંગમાંથી ધાબળાની ત્રણ ગાંસડીઓ ચોપી છુપીથી લઈ જતા રંગે હાથ પકડ્યો હતો. અને તે જ સમયે તમામ લોકોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે રાત્રિનો સમય હોવાથી પેલીસ પેટ્રોલિંગ કરી રહી હતી એટલે તરતજ ઘટના સ્થલ પર પહોંચી ગઇ હતી.


ઘટના સ્થળે પહોંચીને પોલીસ પેટ્રોલિંગ ટીમ અને બીડીઓએ મામલો શાંત પાડ્યો હતો. જો કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કે તરત જ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને વડા સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યારે પંચાયતના વડાએ તેમના પુત્ર પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને તેને બદનામ કરવાનું કોવતરું ગણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button