નેશનલ

દિલ્હી એરપોર્ટ પર છવાયો અંધારપટ, બોર્ડિંગ અને ચેક-ઈન બંધ, ફ્લાઈટ્સ પણ મોડી પડી

દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે અચાનક ઈમરજન્સી સર્જાઈ હતી. એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતા ભારે અરાજકતા સર્જાઇ હતી. પાવર ફેલ થવાના કારણે સમગ્ર એરપોર્ટ પર દિવસ દરમિયાન પણ અંધારપટ છવાઈ ગયો હતો અને તમામ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. જેના કારણે ફ્લાઈટને અધવચ્ચે અટકાવવી પડી હતી.

આ ઉપરાંત ફ્લાઈટ્સમાં બોર્ડિંગ અને ચેક-ઈન પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ચિંતામાં અહીં-તહીં ભટકતા રહ્યા હતા. જોકે થોડા સમય પછી એરપોર્ટ પર વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ તેના કારણે અસરગ્રસ્ત સેવાઓ લગભગ એક કલાક પછી પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શકી નહોતી. વીજ પુરવઠો ખોરવાતા અનેક કર્મચારીઓના રેકોર્ડ ડીલીટ થતા મુસાફરોને જ નહી પરંતુ કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર પાવર ફેલ્યોરને કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર અસર થઈ છે. બપોરે લગભગ 2.10 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થઈ ગયો હતો. એરપોર્ટના ગ્રીડમાં કેટલીક સમસ્યાના કારણે સમગ્ર પાવર ફેલ્યોર થયો હતો. જેના કારણે તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને અધવચ્ચે જ અટકાવવી પડી હતી. એરપોર્ટ પર લગભગ 10 મિનિટ સુધી પાવર ફેલ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે 2.25 કલાકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Delhiના એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેનર લગાવાયા; હવે ઈમિગ્રેશન માટે નહિ લાગે લાંબી કતારો

ફ્લાઈટ પકડવા આવેલા મુસાફરો બોર્ડિંગ અને ચેક-ઈન માટે કતારમાં ઊભા હતા, પરંતુ એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતાં તમામ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. જેના કારણે બોર્ડિંગ અને ચેક-ઈન પણ બંધ થઈ ગયા હતા. પાવર પુનઃસ્થાપિત થયા પછી પણ આ તમામ સિસ્ટમ શરૂ થવામાં ઘણો સમય લાગ્યો હતો. ત્યાં સુધી તમામ યાત્રીઓ અંધકારમાં ભટકતા રહ્યા હતા.
અચાનક પાવર ફેલ થવાના કારણે એરપોર્ટની સુરક્ષા સામે ખતરો ઉભો થયો હતો.

પાવર ફેલ થવાને કારણે એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે લગાવવામાં આવેલા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર્સ (DFMD) પણ બંધ થઈ ગયા હતા. ઉપરાંત, એરલાઈન્સ ચેક-ઈન સિસ્ટમ, એરોબ્રિજ ઓપરેશનથી લઈને ઈમિગ્રેશન ચેક પોઈન્ટ સુધીની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો એરપોર્ટનું કામકાજ થોડીક ક્ષણો માટે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker