દિલ્હીમાં ભાજપનો જય જય કાર, જાણો કેટલો મળ્યો વોટ શેર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ એક-એક સીટ જીતી છે. જ્યારે 46 અને 22 બેઠક પર બંને પક્ષો આગળ છે.
ભાજપ દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યું છે. તેનો વોટ શેર પણ વધ્યો છે. ભાજપને 46.69 ટકા, આમ આદમી પાર્ટીને 43.48 ટકા, કૉંગ્રેસને 6.68 ટકા અને અન્યને 3.15 ટકા વોટ શેર મળ્યો છે.
આપના બે દિગ્ગજ નેતાની કારમી હાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની હાર થઈ હતી.
આ પણ વાંચો…દિલ્હી ચૂંટણીમાં જીત બાદ સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા
દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.