નેશનલ

આજે આવી શકે છે ભાજપનું બીજુ લિસ્ટ, બ્રિજભૂષણ, મેનકા અને વરુણ ગાંધીનું કપાશે પત્તુ?

ઉત્તર પ્રદેશમાં લોકસભાની સીટોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી, પાર્ટીએ પહેલેથી જ 51 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપી દીધું છે. આ સિવાય ભાજપ એનડીએમાં સામેલ પાર્ટીઓને 6 સીટો આપી રહી છે. આવી સ્થિતિમાં હવે પાર્ટી 23 સીટો પર વિચારવિમર્શ કરી રહી છે. આ દરમિયાન કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નામની ચર્ચા થઈ રહી છે.

આ ઉપરાંત દેવરિયા, બલિયા, ગાઝીપુર, મેરઠ, ગાઝિયાબાદ, રાયબરેલીની લોકસભા સીટો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ભાજપ આજે નવી દિલ્હીમાં બેઠક યોજવા જઈ રહ્યું છે. બેઠક બાદ બીજેપી બીજી યાદી જાહેર કરી શકે છે.

કૈસરગંજ લોકસભા સીટ પરથી બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. મહિલા રેસલર્સે તેcના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, નારાજ કુસ્તીબાજોએ તેની સામે આંદોલન પણ શરૂ કર્યું હતું. જો કુસ્તીબાજોના આરોપો બાદ બ્રિજ ભૂષણની ટિકિટ પર સંકટ આવે છે તો તેમની પત્ની કેતકી દેવી અને પુત્ર પ્રતીક ભૂષણ સિંહને ટિકિટ મળી શકે છે.

મેનકા અને વરુણ ગાંધીનું પત્તુ કપાશે?

એવી પણ ચર્ચા છે કે ભાજપ બાકી રહેલી ઘણી બેઠકો પર વિજેતા ઉમેદવારોને બદલી શકે છે. જેમાં રાયબરેલી, પીલીભીત અને સુલ્તાનપુર જેવી સીટોનો સમાવેશ થાય છે. સુલ્તાનપુર અને પીલીભીતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી વર્તમાન સાંસદ મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી અંગે પાર્ટી શું નિર્ણય લે છે તેના પર નિર્ભર રહેશે. જ્યારે દેવરિયામાં રમાપતિ રામ ત્રિપાઠીની ટિકિટ કપાઈ શકે છે. તે જ પ્રકારે બલિયામાં, વિરેન્દ્ર સિંહ મસ્તને લઈને સ્થાનિક રાજકારણમાં વિરોધનો અવાજ બુલંદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button