દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે વહેલી સવારના ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ બીજા મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. આજ રોજ દિલ્હીમાં યોજનારી ભાજપ વિધાનસભાના પક્ષની બેઠક મુલતવી રાખવામાં આવી છે. હવે આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મુખ્યપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ પણ 18 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ યોજાશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે. આ બેઠકમાં વિધાનસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે અને દિલ્હીના નવા મુખ્ય પ્રધાનની જાહેરાત પણ કરવામાં આવશે.
દિલ્હીના વિધાનસભ્ય પક્ષની બેઠક 17 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ મોડી રાત્રે ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. આમ દિલ્હીના મુખ્ય પ્રધાન કોણ બનશે એ અંગે સસ્પેન્સ હજુ યથાવત છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપની સરકાર બને પહેલા જ કેજરીવાલની મુશ્કેલીઓ વધી; હવે આ મામલે થશે તપાસ…
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને પ્રચંડ જીત મળી છે અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે ભાજપે 70 વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો જીતી છે અને આપને માત્ર 22 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું છે. કેજરીવાલ મનીષ સિસોદિયા જેવા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા છે, તેથી સ્પષ્ટપણે જ દિલ્હીમાં ભાજપનો મુખ્યપ્રધાન આવી રહ્યો છે. 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપનું શાસન પરત ફરી રહ્યું છે, પરંતુ હજુ સુધી મુખ્યપ્રધાન પદ માટે કોઈ નામ નક્કી થયું નથી. લોકોની નજર આજની બેઠક પર હતી આજની ભાજપની દિલ્લી ભાજપની વિધાનસભાની બેઠકમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થવાની હતી પરંતુ આજની બેઠક હવે મોકૂફ રહેતા મુખ્ય પ્રધાનના નામનું સસ્પેન્સ બરકરાર છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
દિલ્હીના કેટલાક નેતાઓના નામ હજુ પણ મુખ્યપ્રધાન પદની રેસમાં છે જેમાં કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માનું નામ પણ સામેલ છે. જોકે ભાજપમાં મુખ્યપ્રધાન પદની કમાન કોને સોંપશે તે તો આવનારો સમયે જ કહેશે. હકીકતમાં ભાજપ પહેલા પણ પોતાના નિર્ણયોથી જનતાને આશ્ચર્યચકિત કરતી રહી છે. જ્યારે રાજસ્થાન અને મુખ્ય મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાનના નામની જાહેરાત થવાની હતી ત્યારે ભાજપ એવાં ચહેરાઓને મુખ્યપ્રધાન બનાવ્યા છે, જેમના નામ મુખ્ય પ્રધાન પદને રેસમાં ક્યાંય ન હતા. આવી સ્થિતિમાં જો ભાજપ દિલ્હીમાં પણ આ જ ફોર્મ્યુલા અજમાવે છે તો દિલ્હીને કોઈ નવા જ મુખ્યપ્રધાન મળશે.
દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રહેવાસીઓને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા માટે વિનંતી કરી હતી તેમને લોકોને ખાત્રી આપી હતી કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે