નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

દક્ષિણ ગોવાની સીટ પરથી ભાજપની મહિલા ઉમેદવારે જાહેર કરી રૂ.1400 કરોડની સંપત્તી

ભાજપે દક્ષિણ ગોવા બેઠક પરથી જાણીતા બિઝનેશમેન શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા હતા. રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલ 119 પાનાની એફિડેવિટ દર્શાવે છે કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો સાથે તેમની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયાની આસપાસ છે. ડેમ્પો ગ્રૂપનો બિઝનેશ ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ, શિપ બિલ્ડીંગ, શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલો છે.

પલ્લવીની એફિડેવિટથી જાણવા મળે છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 83.2 કરોડ છે. ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત, દંપતી પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની વર્તમાન બજાર કિંમત રૂ. 2.5 કરોડ છે. આ ઉપરાંત લંડનમાં પણ 10 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ છે.

આ પણ વાંચો : ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બાંધીશું: મોદી

પલ્લવી ડેમ્પો લક્ઝુરિયસ ગાડીઓની પણ શોખિન છે, તેમની પાસે વિવિધ સીરીઝની ત્રણ મર્સિડીઝ બેન્ઝ કાર છે. જેની કિંમત ક્રમશ: 1.60 કરોડ, 16.42 લાખ અને 21.73 લાખ છે. તેમની પાસે એક કેડિલેક કાર પણ છે, જેની કિંમત 30 લાખ જેટલી થાય છે. તે ઉપરાંત એક મહિન્દ્રા થાર એસયુવી પણ છે, જેની કિંમત 16.26 લાખ છે, પલ્લવીએ તેના એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેમની પાસે 5.7 કરોડનું સોનું પણ છે, પલ્લવીએ નાણાકિય વર્ષ 2022-23 માટે 10 કરોડ રૂપિયાનું આઈટી રિટર્ન દાખલ કર્યું છે, જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે 11 કરોડ રૂપિયાનું રિટર્ન ભર્યું હતું.

પલ્લવી પાસે રૂ. 217.11 કરોડના બોન્ડ, રૂ. 12.92 કરોડની બચત અને રૂ. 9.75 કરોડની અન્ય વસ્તુઓ છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે MIT, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાની લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. પલ્લવી ડેમ્પોની સાથે, ભાજપના ઉત્તર ગોવાના ઉમેદવાર શ્રીપદ નાઈકે પણ મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…