ભાજપે રાહુલ ગાંધીની ‘આરએસએસ-વિરોધી’ ટિપ્પણી પર ચૂંટણીપંચમાં કરી ફરિયાદ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) ને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ‘સતત બિનસત્તાવાર, દૂષિત અને નિંદાકારક અભિયાન’ માટે એફઆઈઆર નોંધાવવાની ની માંગણી કરી છે.
કેન્દ્રીય પ્રધાન અરુણ રામ મેઘવાળના નેતૃત્વ હેઠળના પાર્ટીના પ્રતિનિધિમંડળે આપેલા 10 પાનાના આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદનો પર રોક લગાવવામાં આવે કેમ કે આ ‘મોડલ કોડ ઓફ કંડક્ટ (આચારસંહિતા)’ અને લાગુ ચૂંટણી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.
આ પણ વાંચો: નવા CJI અને સરકાર વચ્ચે કેવા રહેશે સબંધો? ખુદ PM મોદીના કેસની સુનાવણી છે જસ્ટિસ ખન્નાના હાથમાં….
ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે બાકીના સમયગાળા દરમિયાન ‘રાહુલ ગાંધીને ઠપકો આપવા, નિંદા કરવા અને જૂઠાણું બોલવાથી રોકવા’માં આવે. પાર્ટીએ આ મામલે ખડગે અને ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માગણી કરી છે.
રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન તમારા ધ્યાન પર લાવવા ઈચ્છીએ છીએ.
અમે તમારા ધ્યાન પર કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતા અને અન્ય ચૂંટણી અને દંડના કાયદાઓનું ઘોર ઉલ્લંઘન લાવવા માંગીએ છીએ, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 15મી ઑક્ટોબર 2024ના રોજ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી, એમ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.
ફરિયાદમાં મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીના 6 નવેમ્બર, 2024ના ભાષણને ટાંકવામાં આવ્યું છે જેમાં તેમણે કથિત રીતે કહ્યું છે કે ભાજપ અને આરએસએસ ભારતના બંધારણને ‘ભૂંસી નાખવા’ માગે છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી
‘અમે તેમને કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં જૂઠ બોલે છે… તેમણે કહ્યું કે ભાજપ બંધારણને કચડી નાખવા માંગે છે,’ એમ કેન્દ્રીય કાનૂન પ્રધાન અર્જુન રામ મેઘવાલે ચૂંટણીપંચની મુલાકાત બાદ કહ્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાંધી ભાજપ પર ‘સતત ખોટા, આધારહીન, બિનચકાસાયેલા અને પાયાવિહોણા આરોપો’ કરી રહ્યા છે.
ફરિયાદમાં રાહુલ ગાંધીના દાવાઓ જેવા કે ‘એપલના આઇફોન અને બોઇંગના એરોપ્લેન મહારાષ્ટ્રના ભોગે અન્ય રાજ્યોમાં બનાવવામાં આવી રહ્યા છે’ને અપ્રમાણિત અને ખોટા ગણાવે છે. ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ નોટિસ પાઠવ્યા બાદ પણ આવા નિવેદનો કર્યા છે.
‘રાહુલ ગાંધી, તેમના નિવેદનો દ્વારા, મહારાષ્ટ્રના યુવાનોને ભડકાવી રહ્યા છે, જે અત્યંત જોખમી છે,’ એમ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.