પહેલી વાર ભાજપને મળશે મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ! આ 3 નેતા છે પ્રબળ ઉમેદવાર

નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠનમાં મોટા ફેરફારો કારવામાં આવી રહ્યા છે. છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પક્ષના સ્થાનિક એકમો માટે પાર્ટીના વડાઓની નિમણૂક કર્યા બાદ, ભાજપ હવે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ પર ધ્યાન કેન્દ્રિત (BJP national president) કરી રહ્યું છે. એવામાં અહેવાલો છે કે, કોઈ મહિલા નેતાને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, જો એવું થશે તો પહેલીવાર કોઈ મહિલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.
ભાજપના અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમનો કાર્યકાળ જૂન 2024 સુધીનો લંબાવ્યો હતો. તાજેતરના વર્ષોમાં ભાજપ મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપના પીઠબળ સમા સંગઠનરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પણ મહિલા નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના વિચારને સમર્થન આપ્યું છે.
હવે આગામી થોડા દિવસોમાં નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી શકે છે, એવામાં પક્ષના ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે.
નિર્મલા સીતારમણ:
ભાજપના અગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિર્મલા સીતારમણ( Nirmala Sitaraman) નું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. તેઓ હાલમાં કેન્દ્રિય નાણાપ્રધાન છે, તેઓ અગાઉ સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારીઓ પણ સાંભળી ચુક્યા છે કેન્દ્ર સરકારમાં લાંબા અનુભવને કારણે તેમને આ પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
તાજેતરમાં તેમણે ભાજપ મુખ્યાલયમાં જેપી નડ્ડા અને મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી હતી. ભાજપની દક્ષિણ ભારતમાં પ્રભાવ વધારવા પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે તામિલનાડુમાંથી આવતા નિર્મલા સીતારમણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પક્ષને ફાયદો થઇ શકે છે.
ડી. પુરંદેશ્વરી:
આંધ્રપ્રદેશ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ ડી પુરંદેશ્વરી (Daggubati Purandeswar) પક્ષના ખૂબ જ અનુભવી અને બહુભાષી નેતા છે. તેમની પાસે ઘણા રાજકીય પક્ષો સાથે કામ કરવાનો અનુભવ છે અને ભાજપમાં તેમનું નામ આદર સાથે લેવામાં આવે છે. તેઓ ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટ રીચ જેવા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રોગ્રામનો ભાગ રહ્યા હતાં. તેઓ પણ દક્ષીણ ભારતથી આવે છે.
વનથી શ્રીનિવાસન:
તમિલનાડુના કોઈમ્બતુર દક્ષિણ બેઠકના વિધાનસભ્ય અને ભાજપ મહિલા મોરચાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વનથી શ્રીનિવાસન 1993 થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ સંગઠનમાં ઘણા હોદ્દા પર રહી ચુક્યા છે. 2022 માં તેમને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બનવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો…સિદ્ધરમૈયાની ખુરશી પર સંકટ: ભાજપના નેતાએ ફરી વિવાદ જગાવ્યો