હરિયાણામાં ભાજપને ફળી હોળી: દસમાંથી નવ કોર્પોરેશનમાં લહેરાવ્યો 'ભગવો... | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણામાં ભાજપને ફળી હોળી: દસમાંથી નવ કોર્પોરેશનમાં લહેરાવ્યો ‘ભગવો…

કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી

ચંદીગઢઃ હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. અહીંયા મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. ભાજપે શાનદાર દેખાવ કરતાં 10 માંથી 9 કોર્પેોરેશનમાં જીત મેળવી હતી. માનેસરમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

Also read : અમદાવાદની હૉસ્પિટલોમાં આ 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા થશે બંધ, જાણો વિગત…

ક્યાં કોની થઈ જીત

પાણીપત – ભાજપ
ગુરુગ્રામ – ભાજપ
ફરીદાબાદ – ભાજપ
માનસેર – અપક્ષ
અંબાલા – ભાજપ
યમુનાનગર – ભાજપ
હિસાર – ભાજપ
કરનાલ – ભાજપ
રોહતક – ભાજપ
સોનીપત -ભાજપ

Also read : Gujarat માં RTI નો દુરૂપયોગ કરનારા સામે કાર્યવાહી કરાશે, કુલ 67 ગુના નોંધાયા…

પાણીપતમાં 26માંથી ભાજપે 23 વોર્ડમાં જીત મેળવી હતી. જેના કારણે સવા વર્ષ બાદ કાયમી સરકાર મળશે. અહીં કોંગ્રેસે એક અને અપક્ષે બે વોર્ડમાં જીત મેળવી હતી.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ હાર પર શું કહ્યું?

રાજયમાં કોંગ્રેસની હાર પર પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, હારથી કોઈ ફરક નથી પડતો. પહેલા પણ કોર્પેરેશનમાં ભાજપનો દબદબો હતો. જો અમે કોઈ મેજર સીટ હાર્યા હોત તો ઝટકો લાગત પરંતુ સીટો તો પહેલાથી જ ભાજપ પાસે હતી. કોંગ્રેસને ક્યાંકને ક્યાંક ફાયદો જરૂર થશે. અમારા કોર્પોરેટરની સંખ્યા કોઈ જગ્યાએ એકથી વધીને બે થઈ શકે છે.

તેમણે સ્વીકાર્યું કે, અમે ચૂંટણી જીતવા કોઈ પ્રયત્ન કર્યો હતો. હું ચૂંટણી દરમિયાન પ્રચાર માટે પણ ક્યાંય ગયો નહોતો. હું પંચાયત કે નગરપાલિકાના ચૂંટણી દરમિયાન પ્રચાર કરતો નથી.

Back to top button