આમચી મુંબઈનેશનલ

Assembly Elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે

મુંબઈ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections in Jharkhand and Maharastra)ને કારણે દિગ્ગજ નેતાઓએ બંને રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે 13 તારીખના રોજ યોજાશે, જેના માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે, ત્યારે રાજકીય પક્ષો બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલા દરેક પક્ષના નેતાઓ અલગ-અલગ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે.

ભાજપના દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્ર-ઝારખંડમાં જાહેરસભાઓ યોજવામાં વ્યસ્ત છે. વડા પ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્ર-ઝારખંડના ચૂંટણી પ્રવાસ પર છે. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઝારખંડમાં ચૂંટણી રેલી યોજશે અને ભાજપના ઉમેદવારોની માટે મત માંગશે.

વડા પ્રધાન મોદીની મહારાષ્ટ્રમાં ત્રણ રેલીઓ:
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના ચિમુર, સોલાપુર અને પુણેમાં ચૂંટણી રેલીઓ કરશે. વડાપ્રધાન મોદી બપોરે 1 વાગ્યે ચિમુરમાં અને સાંજે 4:15 વાગ્યે સોલાપુરમાં જનતાને સંબોધિત કરશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણે જવા રવાના થશે. જ્યાં તેઓ સાંજે 6.30 કલાકે ચૂંટણી રેલીમાં હાજરી આપશે. છેલ્લા એક અઠવાડિયામાં વડાપ્રધાન મોદીની મહારાષ્ટ્રની આ ત્રીજી મુલાકાત છે.

અમિત શાહ બંને રાજ્યોમાં સભા ગજવશે:
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોની મુલાકાત લેશે. અમિત શાહ ઝારખંડમાં બે અને મહારાષ્ટ્રમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તેઓ ધનબાદની ઝરિયા વિધાનસભામાં સવારે 11.30 વાગ્યે અને બઘમારા વિધાનસભામાં સવારે 1.15 વાગ્યે જાહેરસભાઓ કરશે. આ પછી તેઓ મહારાષ્ટ્ર જવા રવાના થશે. જ્યાં તેઓ સાંજે 5.30 કલાકે ઘાટકોપર પૂર્વ વિધાનસભામાં જનતાને સંબોધિત કરશે, ત્યાર બાદ સાંજે 7.30 વાગ્યે બોરીવલી વિધાનસભામાં જાહેર સભા કરશે.

Also Read – અપક્ષો-બળવાખોરો પાસે સત્તાની ચાવી?

જેપી નડ્ડા પણ ઝારખંડમાં:
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા પણ આજે ઝારખંડની મુલાકાતે છે. અહીં તેઓ ગિરિડીહની બગોદર વિધાનસભામાં ચૂંટણી સભા કરશે. ત્યાર બાદ ગિરિડીહના જમુઆ વિધાનસભામાં જનતાને સંબોધિત કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button