VB G RAM G મામલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે તૈયાર કરી મજબૂત રણનીતિ

નવી દિલ્હીઃ વિપક્ષ સત્તાપક્ષને ઘેરવા માટે રણનીતિ ઘડી રહ્યું છે. આ વિવાદમાં હવે ભાજપ પણ જવાબ આપવા માટે તૈયાર છે. જી રામ જી બિલ અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આરોપો વચ્ચે, ભાજપે હવે વળતી રણનીતિ તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની યોજના બનાવી રહી છે.
કોંગ્રેસનું કહેવું છે કે, મનરેગા ખતમ થશે તો લોકોની રોજગારી અને મજૂરોના અધિકારો છીનવાઈ જશે, કોંગ્રેસના આવા આક્ષેપોનો જવાબ આપવા માટે ભાજપ પણ આકરા પાણીએ થયું છે.
આપણ વાચો: લોકસભામાં હંગામા વચ્ચે ‘જી રામ જી બિલ’ પાસઃ વિપક્ષે ફાડી બિલની નકલ
કોંગ્રેસની ગેરસમજને દૂર કરવા માટે ભાજપે રણનીતિ બનાવી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસની આ ગેરસમજને દૂર કરવા માટે ભાજપ હવે રણનીતિ બનાવી છે અને દરેક ગામમાં સત્ય પહોંચે તે માટે તૈયારી શરૂ કરી દીધી છે.
વિપક્ષના દાવાઓના તથ્યપૂર્ણ જવાબો આપવા માટે ભાજપના ઉપરી નેતૃત્વથી લઈને જિલ્લા અને બ્લોક સ્તર સુધીના સંગઠનને સક્રિય કરી દેવામાં આવ્યું છે. ભાજપે જિલ્લાથી લઈને બ્લોક સ્તર સુધી સંપૂર્ણ રીતે સક્રિય કરવાની યોજના બનાવી છે.
ભારતના જે પણ રાજ્યમાં ભાજપની સરકાર છે, તે રાજ્યના મુખ્ય પ્રધાન, ગ્રામ વિકાસ પ્રધાન અને સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ સીધા આ અભિયાનનું નેતૃત્વ સંભાળશે. સાથે જ કેન્દ્રીય પ્રધાનો, રાષ્ટ્રીય પ્રવક્તાઓ અને વરિષ્ઠ નેતાઓ પણ મેદાનમાં ઊતરી જનસંપર્ક કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આપણ વાચો: લોકસભામાં ભારે હંગામા વચ્ચે મનરેગાનું સ્થાન લેનાર “જી રામ જી” બિલ રજુ કરાયું, વિપક્ષે કર્યા આક્ષેપ
નવો કાયદો મનરેગાનો વિકલ્પ નહીં પરંતુ તેનું અપગ્રેડ વર્ઝન
ભાજપ મનરેગા અને જી રામ જી યોજનાની તુલના કરીને જણાવશે કે નવો કાયદો મનરેગાનો વિકલ્પ નહીં પરંતુ તેનું અપગ્રેડ વર્ઝન છે. ભાજપનો દાવો છે કે, જી રામ જી યોજનામાં રોજગારના દિવસો 100થી વધારી 125 કરવામાં આવ્યા છે અને હવે માત્ર દૈનિક મજૂરી નહીં, પરંતુ ટકાઉ ગ્રામિણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મુખ્ય ધ્યાન આપવામાં આવશે.
આ મુદ્દે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીન અને શિવરાજ સિંહ ચૌહાન દેશભરના સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો અને નેતાઓને અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કોંગ્રેસે આ મામલે આંદોલનની તૈયારી શરૂ કરી
વિપક્ષની વાત કરવામાં આવે તો, મનરેગા યોજના અંગે ઉભો થયેલા વિવાદને કોંગ્રેસ આંદોલનનું સ્વરૂપ આપવાની તૈયારી કરી રહી છે. આ અંગે કોંગ્રેસ 08 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દેશભરમાં મનરેગા બચાવો આંદોલન કરશે. કોંગ્રેસનું કહેવું છે કે, વીબી -જી- રામજી કાયદો ગ્રામીણ રોજગાર ગેરંટીને સમાપ્ત કરી દેશે.
જેને કોંગ્રેસ કોઈપણ કિંમતે સ્વીકારશે નહીં. કોંગ્રેસે આ કાયદાને ગરીબ વિરોધી અને શ્રમ વિરોધી ગણાવ્યો છે. જેથી હવે આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે.



