નેશનલ

ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા ભુલઈભાઈનું 111 વર્ષની વયે નિધન, કેસરી ગમછો હતી ઓળખાણ

લખનઉઃ ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા ભુલઈભાઈનું 111 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે દિવાળીના દિવસે સાંજે 6 કલાકે કપ્તાનગંજમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના કાળમાં પીએમ મોદીએ ભુલઈભાઈને ફોન કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. નારાયણ ઉર્ફે ભુલઈભાઈ જનસંઘની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. સોમવારે તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમના ઘરે ઓક્સિજન પર હતા.

આ પણ વાંચો: અમિતાભના સાસુ અને જયાના માતાનું થયું નિધન? જાણો શું છે હકીકત

આ રીતે આવ્યા રાજનીતિમાં

દીનદયાળ ઉપાધ્યાયથી પ્રેરાઈને ભુલઈભાઈ રાજનીતિમાં આવ્યા હતા. 1974માં કુશીનગરની નૌરંગિયા સીટથી જનસંઘના બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જનસંઘમાંથી બીજેપી બન્યા બાદ તેઓ પણ પાર્ટી કાર્યકર્તા હતા.

2022માં ઉત્તર પ્રદેશમાં બીજી વખત યોગી સરકાર બન્યા બાદ શપથ ગ્રહણ સમારોહમાં ભુલઈભાઈ સ્પેશિયલ મહેમાન બનીને આવ્યા હતા. લખનઉમાં કાર્યકર્તા સંમેલનમાં ભુલઈભાઈનું અમિત શાહે સમ્માન કર્યું હતું.

ભુલઈભાઈ ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા છે. તેઓ 1974માં નૌરંગિયાથી ભારતીય જનસંઘના ધારાસભ્ય રહ્યા હતા. બીજેપીના ગઠન બાદ ભુલઈભાઈ બીજેપીના કાર્યકર્તા બન્યા હતા. ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે ભુલઈભાઈ એમએના વિદ્યાર્થી હતા. તે સમયે દીનદયાલ ઉપાધ્યાયથી પ્રભાવિત થઈને તેમણે તેના સિદ્ધાંત પર ચાલવાનું શરૂ કર્યું અને આજીવન તેને વળગી રહ્યા હતા. એમએ બાદ તેમણે એમએડ કર્યું અને તેના થોડા સમય પછી શિક્ષણ અધિકારી બન્યા હતા. 1974માં તેમણે નોકરી છોડી દીધી અને રાજકારણમાં આવીને દેશ તથા સમાજ માટે કઈંક કરવાનું નક્કી કર્યું, તે વર્ષે ભારતીય જનસંઘે તેમના ઉમેદવાર બનાવ્યા અને ભુલઈભાઈ જીતીને ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો: આ મશહુર અભિનેતાનું થયું નિધન, ગીતો લખીને કમાયા હતા નામ

ભુલઈભાઈએ નૌરંગિયા વિધાનસભાથી જીત મેળવી હતી. 1977માં જનસંઘ સાથે મળીને જનતા પાર્ટીના ચૂંટણી ચિન્હ પર ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કેસરી ગમછો તેમની ઓળખાણ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button