નેશનલ

ખડગેનાં વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપે આપી પ્રતિક્રિયા, કહ્યું નફરતની ભાષા…

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં રાજકીય આરોપો પ્રત્યારોપો પણ ચરસસીમાએ પહોંચી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના સાપ અને ઝેર સાથે કર્યા પછી તેના અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહે પણ વળતો જવાબ આપીને નફરતની ભાષા ગણાવી હતી.

જાતિના નામે દેશના ભાગલા કરવાની નીતિ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં નિવેદન પર શિવરાજ સિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ નફરતની ચરમસીમા છે. રાહુલ ગાંધી કહે છે કે હું મોહબ્બતની દુકાન ચલાવું છું અને આ મોહબ્બતની દુકાનની ભાષા છે કે ‘ભાજપ એક ઝેરી સાપ છે, તેને મારી નાખવો જોઈએ’. નફરતથી ભરેલા લોકો દેશમાં દ્વેષ ફેલાવી રહ્યા છે.

પહેલા તેઓએ ધર્મના આધારે દેશના ભાગલા પાડ્યા, હવે તેઓ દેશને જાતિઓમાં વહેંચીને ટુકડા કરવા માંગે છે પરંતુ ભારતના લોકો આ નફરતનો જવાબ આપશે.

આપણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ BJP-RSSને ગણાવ્યા ઝેરી સાપ! કહ્યું કે તેમને મારી નાખો…

VHPએ આપ્યું હાથીનું ઉદાહરણ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વિશ્વ હિન્દુ પરિષદે પણ નિશાન સાધ્યું છે. VHP પ્રવક્તા વિનોદ બંસલે મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સતત હિંદુઓને કચડી નાખવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના ઈરાદામાં ક્યારેય સફળ થશે નહીં.

વિનોદ બંસલે કહ્યું કે હાથી તો ચાલતો રહે છે, પરંતુ તેને હેરાન કરનારા કૂતરા તેની પાછળ દોડતા અને ભસતા રહે છે. તેમ છતાં તે હાથીને કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસની હાલત પણ આવી જ છે જે ભાજપ અને આરએસએસ પર પાયાવિહોણા આક્ષેપો કરતી રહે છે, પરંતુ જનતા સમજી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button