નેશનલ

કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાની જાહેરાતથી તમે સંમત છો? ભાજપનો ઉદ્ધવ-કૉંગ્રેસને સવાલ

મુંબઈ: આ વર્ષે મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને હરિયાણા સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે નેશનલ કોન્ફરન્સ(એનસી) દ્વારા પોતાના જાહેરનામામાં કાશ્મીરમાં ફરી કલમ 370 અને 35(એ) લાગુ કરવાનું આશ્વાસન આપ્યું છે તેમ જ કાશ્મીરનો ભારતથી અલાયદો-સ્વતંત્ર ધ્વજ અસ્તિત્વમાં લાવવાનું પણ જાહેરનામામાં જણાવ્યું છે. આ મુદ્દે ભાજપે પોતાનો વિરોધ વ્યક્ત કરી એનસીને ભારત વિરોધી ગણાવી હતી અને ભાજપના મુંબઈ એકમ દ્વારા કૉંગ્રેસ તેમ જ ઉદ્ધવ ઠાકરેને આ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ભાજપ દ્વારા શું કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે નેશનલ કોન્ફરન્સ દ્વારા જાહેરનામામાં જે આશ્વાસનો આપવામાં આવ્યા તેનાથી સંમત છે? તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા ભારતના ભાગલા કરવા ઇચ્છતી ગેંગ ફરી સક્રિય થતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે

ભાજપના મુંબઈ એકમ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ દ્વારા કાશ્મીર માટે સ્વતંત્ર ઝંડો, કલમ 370 અને 35(એ)ને ફરી લાગુ કરવા જેવી જાહેરાતો જાહેરનામામાં કરવામાં આવી છે તેનાથી કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સંમત છે કે નહીં એ તેમણે સ્પષ્ટ કરવું જોઇએ. દેશ એખ ત્રિરંગા ઝંડા નીચે એકજૂથ છે ત્યારે સ્વતંત્ર ઝંડાની વાત કરનારી ભારતના ભાગલા પાડનારી ટુકડે ટુકડે ગેંગ ફરી સક્રિય થઇ ગઇ છે.

વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નેશનલ કોન્ફરન્સે દેશને બરબાદ કરનારી ભૂમિકા અપનાવી છે. આ ટુકડે ટુકડે ગેંગને શું ઉદ્ધવ ઠાકરેનું સમર્થન અને કૉંગ્રેસનું સમર્થન છે કે નહીં એ મહારાષ્ટ્રની પ્રજા માટે જાણવું જરૂરી છે એટલે તેમણે આ મામલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઇએ, તેમ કહી ભાજપે ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસ સામે પડકાર ફેંક્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button