ટોપ ન્યૂઝનેશનલ

OM Birla લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, કે. સુરેશને હરાવ્યા

નવી દિલ્હી : 18 મી લોકસભામાં(Loksabha)ઓમ બિરલા(OM Birla)ધ્વનિ મતથી સ્પીકર પદ માટે ચૂંટાયા છે. એનડીએના (NDA) ઉમેદવાર ઓમ બિરલાએ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના કે. સુરેશને હરાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi)ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, હું સમગ્ર ગૃહને અભિનંદન આપું છું. અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને માર્ગદર્શન આપશો.

ઇન્ડી ગઠબંધને છેલ્લી ઘડીએ ઉમેદવાર ઉભા રાખ્યા

વિપક્ષી ઇન્ડી ગઠબંધને છેલ્લી ઘડીએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. ઇન્ડી ગઠબંધને NDA ઉમેદવાર બિરલાને સમર્થન આપવા બદલ તેમને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવું જોઇએ તેવી માગ કરી હતી. જે શરત
ભાજપના વરિષ્ઠ નેતાઓએ સ્વીકારી ન હતી.

આઝાદી પછી આ ત્રીજી વખત ચૂંટણી યોજાઇ

લોકસભાના ઈતિહાસની વાત કરીએ તો, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ હશે. અગાઉ 1956 અને 1976માં પણ લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ જ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે.

કે. સુરેશના સમર્થનમાં ત્રણ નામાંકન દાખલ

અહેવાલો અનુસાર, ઓમ બિરલાની ઉમેદવારીના સમર્થનમાં 10 થી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા અને TDP,JD(U),JD(S) જેવા ભાજપના સહયોગી સામેલ છે. જ્યારે કોંગ્રેસના નેતા કે. સુરેશના સમર્થનમાં ત્રણ નામાંકન દાખલ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button