West Bengal માં ભાજપને મોટો આંચકો, મહિલા ધારાસભ્ય તાપસી મંડલ ટીએમસીમા જોડાયા…

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં(West Bengal)આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. જેમાં આજે એક મહત્વના રાજકીય ઘટના ક્રમમાં ભાજપને આંચકો લાગ્યો છે. જેમાં હલ્દિયાના ભાજપ ધારાસભ્ય અને વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના નજીકના સહયોગી મહિલા ધારાસભ્ય તાપસી મંડલ શાસક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તાપસી મંડલના તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી પૂર્વ મેદિનીપુરમાં ભાજપને ફટકો પડ્યો છે.
Also read : Budget Session: બીજા ફેઝના પહેલા દિવસે રાજ્યસભામાં હોબાળો; વિપક્ષનું વોકઆઉટ
મુખ્યમંત્રીના વિકાસલક્ષી પહેલનો ભાગ બનવાનું નક્કી કર્યું
પૂર્વ મેદિનીપુરને સુવેન્દુ અધિકારીનો ગઢ માનવામાં આવે છે અને તે હલ્દિયા બંદર શહેરનું ઘર છે. તાપસી મંડલ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના મુખ્યાલયમાં રાજ્યના ઉર્જા મંત્રી અરૂપ બિશ્વાસની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. વારંવાર પક્ષ બદલવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા મંડલે કહ્યું મેં મુખ્યમંત્રીના વિકાસલક્ષી પહેલનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.
તાપસી મંડલે 2016 માં પ્રથમ વખત વિજય મેળવ્યો
તાપસી મંડલે 2016 માં કોંગ્રેસ સમર્થિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) ના ઉમેદવાર તરીકે હલ્દિયા બેઠક જીતી હતી. તેમણે 50 ટકાથી વધુ મતો મેળવીને વિજય મેળવ્યો અને તેમના મુખ્ય હરીફ, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) ને હરાવ્યા હતા. જ્યારે ડિસેમ્બર 2020 માં તાપસી મંડલ ભાજપમાં જોડાયા જેના કારણે તેમને સીપીઆઈ(એમ)માંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી હલ્દિયાથી ભાજપના ઉમેદવાર તરીકે લડી હતી અને લગભગ 104,126 મતો મેળવીને જીત મેળવી હતી.
Also read : પશ્વિમ બંગાળમાં ટ્રેનમાં મહિલાની છેડતીઃ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા મહિલા પંચની માંગ
વિધાનસભામાં આઠ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તાપસી મંડલને કાયદાકીય કાર્યવાહીમાં સક્રિય ભાગીદારી માટે માન્યતા આપવામાં આવી હતી. મે 2021 અને ફેબ્રુઆરી 2024 વચ્ચે તેમનો હાજરી દર 86.8 ટકા હતો. જે રાજ્યના સરેરાશ 77.1 ટકા કરતા વધારે હતો અને તેમણે વિધાનસભામાં આઠ પ્રશ્નો ઉઠાવ્યા હતા.