ભાજપ ઓડિશામાં 75 બેઠકો પર આગળ, નવીન પટનાયકની સત્તા જોખમમાં

ઓડિશામાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે જ વિધાન સભાની ચૂંટણી પણ થઇ હતી. આજે તેના પરિણામ આવ્યા છે. ભાજપને ઓડિશામાં વિધાનસભા બેઠકો પર પણ ફાયદો થતો જણાય છે અને એમ લાગે છએ કે નવીન પટનાયકની બીજેડી સરકાર વિદાય લઇ શકે છે.
ઓડિશા રાજ્યમાંથી ભાજપ અને એનડીએ માટે સારા સમાચાર આવી શકે છે. ભાજપને ઓડિશામાં વિધાનસભા સીટો પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળી છે. તેમના ખાતામાં 75 બેઠકો આવી છે. તે જ સમયે બીજેડી પણ 54 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 16 બેઠકો મળી છે. અન્યને બે બેઠકો મળી છે.
નવીન પટનાયક 2024ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ, ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર આધાર રાખીને, કોઈપણ પ્રાદેશિક ચહેરા વિના આ ચૂંટણી લડી હતી. ઓડિશા વિધાનસભાની 147 બેઠકો અને લોકસભાની 21 બેઠકો માટે 13 મેથી 1 જૂન સુધી ચાર તબક્કામાં મતદાન થયું હતું અને આજે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છએ.
ઓડિશામાં ભાજપને લોકસભા અને વિધાનસભા બંનેમાં મોટો ફાયદો થતો જણાય છે. લોકસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 62-80 બેઠકો મળી શકે છે, જ્યારે બીજેડીને પણ 62-80 બેઠકો મળવાની ધારણા છે. સાથે જ કોંગ્રેસને પાંચથી આઠ બેઠકો મળવાની શક્યતા છે. ઓડિશા વિધાનસભામાં બહુમતનો આંકડો 74 સીટો છે.
હવે આપણે વાત કરીએ 2019ની ચૂંટણીની તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 23, કોંગ્રેસને નવ, સીપીઆઈ(એમ)ને એક અને એક બેઠક અપક્ષને મળી હતી. આ ચૂંટણીમાં બીજેડીને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16 ટકા અને અન્યને 6 ટકા વોટ મળ્યા હતા.
Also Read –