બાબાને દિલ્હી મોકલી દો અને કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશ સોંપો” BJPનાં નેતાનું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક તરફ, સરકારમાં આંતરિક તણાવના અહેવાલ ચર્ચામાં રહે છે. ત્યારે એક ભાજપનાં નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉ વિધાનસભામાં સમ્રાટ અશોક જન્મજયંતિની ઉજવણીમાં, ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે માંગ કરી છે કે “બાબા દિલ્હી ચાલ્યા જાય અને ઉત્તર પ્રદેશ કેશવ પ્રસાદ મૌર્યને સોંપી દેવામાં આવે.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ અને બાબરનામાને લઈને ચડયા વિવાદનાં વંટોળ
બાબાને દિલ્હી મોકલી દો
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉ વિધાનસભામાં સમ્રાટ અશોક જન્મજયંતિની ઉજવણીમાં, ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે એક ચોંકવાનારું નિવેદન આપ્યું હતું. કેશવ પ્રસાદ મૌર્યએ જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે “બાબાને દિલ્હી મોકલી દો અને કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે.” શ્યામ પ્રકાશની માંગથી ભાજપનાં આંતરિક રાજકારણનાં તાપમાનનો પારો ફરી એકવાર ઉપર પહોંચી શકે છે.
કેશવ પ્રસાદ મૌર્યએ આપી સ્પષ્ટતા
કેશવ પ્રસાદ મૌર્યને મુખ્ય પ્રધાન બનાવવા અંગે નિવેદન આપ્યા બાદ જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય મંચ પર આવ્યા, ત્યારે તેમણે ધારાસભ્ય શ્યામ પ્રકાશના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, “આપણા પ્રદેશના લોકપ્રિય ધારાસભ્ય, જેમને હું લખનૌથી મારી સાથે લાવ્યો છું – શ્યામ પ્રકાશ જી, તેઓ એવી લાઇન બોલી નાખે છે કે મીડિયાના મિત્રો પણ તેને ચલાવશે, તે તેમની ભાવના છે.”
તે તેમની લાગણી….
જ્યારે પત્રકારોએ કેશવ પ્રસાદ મૌર્યને શ્યામ પ્રકાશની મુખ્ય પ્રધાન બનવાની વાત વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી, “તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી પણ અમારા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. તેઓ જ આગળ રહેશે અને તેમની લાગણીઓ ગમે તે હોય, તેમણે આપણી વચ્ચે વ્યક્ત કરી છે. પરંતુ તમારે તેને પક્ષનો નિર્ણય ન માનવો જોઈએ.”