નેશનલ

ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ

લખનઊ: લોકસભાની ચૂંટણીમાં પડેલા ફટકા બાદ હવે ભાજપે ઉત્તર પ્રદેશની 10 બેઠક માટે થઈ રહેલી પેટાચૂંટણીમાં વિજય મેળવવાની પ્રતિજ્ઞા લીધી છે, જેના માધ્યમથી તેઓ રાજ્યમાં પોતાનો પ્રભાવ સિદ્ધ કરશે અને વિપક્ષોને એવો સંદેશ આપશે કે તેમને જે સફળતા મળી હતી કે ટૂંકા ગાળાની હતી.

રાજકીય નિષ્ણાતોને જોકે એવું લાગી રહ્યું છે કે સત્તાધારી એનડીએ ગઠબંધન માટે આ બધી જ બેઠકો પર વિજય મેળવવો અત્યંત મુશ્કેલ પડકાર છે.

ઉત્તર પ્રદેશની 10 બેઠક પર પેટાચૂંટણી આવશ્યક છે, કેમ કે નવ વિધાનસભ્યો ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે અને સીસામઉ વિધાનસભાના વિધાનસભ્યને દોષી જાહેર કરવામાં આવ્યો છે અને સાત વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે. જોકે, આ બેઠકો પર મતદાનની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના CM Yogiનો સમાજવાદી પક્ષ પર મોટો પ્રહાર, કહી આ વાત

આપણે બધા આજે પ્રતિજ્ઞા લઈએ કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 100 ટકા વિજય હાંસલ કરીશું, એમ ભાજપના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ ભુપેન્દ્ર સિંહ ચૌધરીએ રાજ્ય ભાજપની કારોબારીની બેઠકમાં 14 જુલાઈએ કહ્યું હતું.
ત્યારથી ભાજપના સંગઠને બધી જ 10 બેઠક જીતવા માટેની કામગીરી આદરી દીધી છે અને બૂથ લેવલથી લઈને પાર્ટીના પદાધિકારીઓને એક એક વિધાનસભા ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના રાજ્ય ઉપાધ્યક્ષ અને વિધાન પરિષદના સભ્ય વિજય બહાદુર પાઠકે જણાવ્યું હતું કે પેટાચૂંટણીની તારીખો ભલે હજી સુધી જાહેર કરવામાં આવી ન હોય, પરંતુ પાર્ટીએ ચૂંટણીની જોરદાર તૈયારીઓ આદરી દીધી છે. ભાજપ અને એનડીએના સાથી પક્ષો બધી જ 10 બેઠક જીતશે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરી ચર્ચામાં : નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ યોગીએ આપ્યું મહત્વનું નિવેદન

બીજી તરફ રાજકીય નિરીક્ષકોના મતે આ સહેલું કામ નથી. સાથી પક્ષોની સાથેની ટિકિટની વહેંચણીનો મુદ્દો એનડીએમાં વિવાદ બન્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની 2024ની ચૂંટણીને ધ્યાનમાં લેવામાં આવે તો ભાજપનો બધી 10 બેઠક પર વિજયનો દાવો અશક્ય લાગે છે, એમ નિવૃત્ત પ્રોફેસર અને રાજકીય નિરીક્ષક ડો. રાજેશ મિશ્રાએ કહ્યું હતું.
પેટા ચૂંટણીમાં જનારી 10 બેઠકની રાજકીય અને સામાજિક સ્થિતિ એવી છે કે ભાજપ માટે અનેક બેઠકો પર પડકાર બની રહેશે. જ્યાં લોકસભાની ચૂંટણીમાં નુકસાન થયું હતું તો વિધાનસભાની પેટાચૂંટણીમાં સમસ્યા વધશે, એમ તેમણે કહ્યું હતું. 2019ની 62 બેઠક સામે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફક્ત 33 બેઠક મળી હતી. સાથી પક્ષો આરએલડી અને અપના દળને મળેલી બેઠકોને કારણે સંખ્યાબળ 36 પર પહોંચ્યું હતું.

રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીને 37 બેઠક પર વિજય મળ્યો હતો. કૉંગ્રેસને છ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ને એક બેઠક પર વિજય મળ્યો હતો. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…