
સોનીપતઃ હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જમીન વિવાદમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગોળી માર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે મામલો
ભાજપ નેતા સુરેન્દ્ર જવાહરાની ગત રાત્રે તેમના ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપ નેતાએ પડોશીના સંબંધીની જમીન ખરીદી હતી. જેને લઈ વિવાદ ચાલતો હતો. આરોપીએ થોડા દિવસ પહેલા ભાજપ નેતાને જમીન પર પગ નહીં મૂકવાની ચેતવણી આપી હતી. જેને લઈ ભાજપ નેતાની અનેક વખત આરોપી સાથે બોલાચાલી થઈ હતી. શુક્રવારની રાત્રે જ્યારે ભાજપ નેતા આ જમીનમાં વાવેતર કરવા ગયા ત્યારે આરોપી પણ ત્યાં આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ભાજપ નેતા ત્યાંથી જતા રહ્યા હતા.
Also read : ઉત્તર પ્રદેશમાં ટ્રેનનાં એન્જિન સાથે યુવાનનું કપાયેલાં માથાંએ કરી 192 કીમીની મુસાફરી!
સદર પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. 14 માર્ચના રોજ ભાજપ નેતા સુરેન્દ્ર જવાહરાએ તેમના પરિવાર અને પાર્ટીના કાર્યકરો સાથે હોળી રમી હતી. રાત્રે 9 વાગ્યા આસપાસ તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પડોશીએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેઓ જીવ બચાવવા માટે એક દુકામાં ઘૂસી ગયા હતા પણ ત્રણ રાઉન્ડ ફાયરિંગથી મોત થયું હતું.
ભાજપ નેતાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે અનેક ટીમો બનાવી આરોપીને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોર દુકાનમાં ઘૂસ્યા હતા અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા.