નેશનલ

રામનવમીના દિવસે કોમી હિંસાની આગ ભાજપે જ ભડકાવી હતી: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લા અને અન્ય સ્થાનોએ રામનવમી દરમિયાન થયેલી હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે જ હિંસા ભડકાવી છે.

ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ ગુરૂવારે કહ્યું કે શું તમને ખબર છે કે ગઈ કાલે ભાજપે જ હિંસા કરાવી હતી, જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. એક ધર્મના લોકોના માથા ફોડવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય જ સમર્થકોનું ટોળું લઈને ઉમટ્યા હતા.

આ પણ વાંચો : પ. બંગાળમાં મમતા બેનરજીની TMCને સખત ટક્કર આપી રહી છે ……

ટીએમસીના ચીફ મમતા બેનર્જીના આરોપ સામે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારએ દાવો કર્યો કે રામનવમીના જુલુસ પર ટીએમસીના લોકોએ કર્યો હતો. સીએમ મમતા બેનર્જીએ લોકોએ ઉશ્કેરવાના પ્રયાસો કર્યા હતા. અમે ઈચ્છીએ છીએ આ કેસની તપાસ એનઆઈએ કરે.

અત્રે ઉલ્લખનિય છે કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શક્તિપુરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટમાં એક મહિલા ઘાયલ ઘયા હતા. પોલીસે આ સંબંધમાં જાણકારી આપતા કહ્યું કે શહેરમાં સાંજે વિસ્ફોટો થયા હતા, તેમાં એક મહિલા ઘાયલ થઈ ગઈ, અમે હિંસાની ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button