Hariyana results: બે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને આપ્યું સમર્થન

હરિયાણામાં સત્તાનો તાજ ભાજપને માથે જનતાએ પહેરાવ્યો છે. હરિયાણામાં ઐતિહાસિક જીત ભાજપને મળી છે જ્યાં સતત ત્રીજીવાર સત્તાનું સૂકાન ભાજપના હાથમાં આવશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપને 48 બેઠક પર વિજય મળ્યો છે ત્યારે ભાજપને વધુ બે વિધાનસભ્યો મળ્યા છે. રાજેશ જૂન અને દેવેન્દર કડિયાન (rajesh joon n devendar kadiyan) બન્ને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા, તે બન્નેએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.
| Also Read: ‘જે વિસ્તારે જીત આપી, ત્યાંથી જ CM’: Haryanaના દિગ્ગજ નેતાએ કર્યો દાવો
ભાજપ દશેરાને દિવસે મુખ્ય પ્રધાનપદની શપથનું આયોજન કરે તેવી શક્યતા છે. દરમિયાન એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતાં ગુડગાંવના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહે આડકતરી રીતે મુખ્ય પ્રધાનપદ માટેનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય પાર્ટીનો હશે. પરંતુ જે વિસ્તારે ભાજપને ત્રણ વખત સત્તામાં લાવવા મહત્વનું પ્રદાન આપ્યું છે તેને મહત્વ આપવું જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાવ ઈન્દ્રજીત સિંહે મુખ્ય પ્રધાન પદની ઈચ્છા વ્યક્ત કરી હતી.
| Also Read: Haryana Elections Results 2024: પીએમ મોદી સાંજે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરોને જલેબી વહેંચવામાં આવશે
2014 અને 2019ની જેમ ભાજપને ફરી એકવાર દક્ષિણ હરિયાણામાં ખૂબ જ સારી સીટો મળી છે. ગુરુગ્રામની ચારેય બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે, જ્યારે ફરીદાબાદ અને પલવલની નવમાંથી સાત બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. જોકે, કોંગ્રેસે નૂહમાં ત્રણેય બેઠકો જીતી છે. ભાજપે નાયબ સિંહ સૈનીનું નામ જાહેર કર્યું છે, પણ આ મામલે પક્ષ અસંતોષ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.