નેશનલ

ભાજપે આપ્યું નવું સ્લોગન, અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર…..

ભાજપનું નવું સ્લોગનઃ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભાજપ સરકાર આ વખતની ચૂંટણી માટે એક નવા સ્લોગન સાથે મેદાનમાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આજે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જ્યાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું નવું સ્લોગન નક્કી કરવામાં આવ્યું હતું કે ‘ અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’.

તેમજ ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ કન્વીનર અને સહ કન્વીનર પણ નક્કી કર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી , ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

ભાજપે આ સૂત્ર એવા સમયે આપ્યું જ્યારે આજે નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ‘અચ્છે દિન આયેગેં’નું સૂત્ર આપ્યું હતું. તેમજ પાર્ટીએ 2019ની ચૂંટણી ‘ફીર એકબાર મોદી સરકાર’ના નારા પર લડી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની બંને ચૂંટણી જીતી હતી.

પીએમ મોદીએ પોતાના ભાષણોમાં ઘણી વખત એવો દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. અને એટલે જ ભાજપ જીતની હેટ્રિક કરશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) છે. બીજી તરફ, કોંગ્રેસ, TMC, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનું વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પણ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker