નેશનલ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે! નવી સરકારની રચનાના સમીકરણો ખોરવાયા

નવી દિલ્હી: ઉત્તર પૂર્વીય ભારતના રાજ્ય મણિપુરમાં મે 2023થી શરુ થયેલી વંશીય હિંસા હજુ પણ અટકી (Manipur Violence) નથી, જેને કારણે રાજ્યની સરકાર પર સતત દબાણ વધી રહ્યું હતું. એવામાં મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રાજીનામુ આપવાની જાહેરાત કરી (M Biren Singh resign) દેતા રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. બિરેન સિંહ હાલમાં કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે, જો ભાજપ મુખ્ય પ્રધાન પદ માટે ચહેરો શોધી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈ પ્રયત્ન નહીં કરે.

બંધારણની જોગવાઈ:
બંધારણ મુજબ, રાજ્ય વિધાનસભાની બે બેઠકો વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ, પરંતુ મણિપુર વિધાનસભાના માટે આ સમય મર્યાદા આજે (બુધવારે) સમાપ્ત થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં અનેક રાઉન્ડની બેઠકો પછી પણ, કોઈપણ પક્ષ કે ગઠબંધન દ્વારા હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની શક્યતા વધી ગઈ છે.

Also read: Manipur Violence : મણિપુરમાં ફરી હિંસા ભડકી, કલેક્ટર કચેરી પર હુમલો, એસપી ઘાયલ…

નવી સરકાર રચાવાની શક્યતા:
જોકે કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે વિધાનસભાના બે સત્રો વચ્ચે મહત્તમ 6 મહિનાના અંતર અંગેની બંધારણીય જોગવાઈઓમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું નથી કે આ સમયમર્યાદા પછી વિધાનસભાનું વિસર્જન થઇ જશે. આવી સ્થિતિમાં, સરકાર રચનાની શક્યતાઓ શોધવાના પ્રયાસો ચાલુ રહેશે. જો સરકાર રચવાની કોઈ નક્કર શક્યતા ન હોય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. વડાપ્રધાન મોદી લેશે નિર્ણય! અહેવાલ મુજબ વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસથી પાછા ફરે ત્યાર બાદ તેમની સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button