હરિયાણામાં મળેલી જીતથી ભાજપ ઉત્સાહિત, કરશે આ કામ

ચંડીગઢઃ હરિયાણામાં મળેલી જીતથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઉત્સાહિત થઇ ગઇ છે. દરેક એક્ઝિટ પોલમાં હરિયાણામાંથી એનડીએની એક્ઝિટ દર્શાવવામાં આવી હતી અને ભાજપે કદાચ સપને પણ એવું નહીં વિચાર્યું હોય કે તેમને અહીં ત્રીજીવાર સરકાર રચવાની તક મળશે. હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ બીજી વખત મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે.
શપથગ્રહણ બાદ તરત જ એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાન ચંદીગઢમાં ભાજપ દ્વારા આયોજિત સંમેલનમાં ભાગ લેશે. એનડીએના મુખ્ય પ્રધાનોનું આ પ્રકારનું પ્રથમ સંમેલન હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.
આપણ વાંચો: નાયબ સૈની બન્યા ભાજપ વિધાયક દળના નેતા, બીજી વખત હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે લેશે શપથ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રeબાબુ નાયડુ અને નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયો પણ આકાર્યક્રમમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં વિકાસના મુદ્દાઓ, બંધારણનો ‘અમૃત મહોત્સવ’ અને ઇમરજન્સીના સંદર્ભમાં લોકશાહીના ‘હત્યાના પ્રયાસ’ના 50 વર્ષ પૂરા થવા પર ચર્ચા કરવામાં આવશે.
ભાજપના આ પગલાંને કૉંગ્રેસ પર નવા હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં જીતથી ભાજપ ઉત્સાહિત છે. ભાદપ તેના સાથીઓ સાથે, વિપક્ષી પક્ષોના ગઠબંધન ‘I.N.D.I.’ને કોર્નર કરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી.