Delhi માં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ , પીએમ મોદી સહિત અનેક નેતાઓ રહેશે હાજર

નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મંગળવારે મુખ્ય મંત્રીના નામની જાહેરાત થવાની શક્યતા છે. જેની માટે આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. આ દરમિયાન 20 ફેબ્રુઆરીના રોજ ભાજપના સીએમનો ભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેની માટે દિલ્હીના રામલીલા મેદાનમાં તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
150 મહેમાન શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે
આ શપથ ગ્રહણ કાર્યક્રમના પગલે વિવિધ સરકારી વિભાગ અને એજન્સીઓ તૈયારીઓ કરી રહી છે. તેમજ રામલીલા મેદાનની સ્વચ્છતા અને શણગારનું કામ ચાલી રહ્યું છે. સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ માટે કુલ ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યારે 150 થી વધુ મહેમાન અને 30,000 થી વધુ લોકો સામેલ થશે.
20 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે
આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને 50 થી વધુ ઉચ્ચ સુરક્ષા ધરાવતા નેતાઓ હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તમામ કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ માટે ખેડૂતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજવિધાનસભા ચૂંટણીમાં મહેનત કરનારા ભાજપના કાર્યકરોને પણ બોલાવવામાં આવ્યા છે.
Also read: દિલ્હીના આ તળાવ પાસે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
27 વર્ષ પછી ભાજપનું શાસન પરત ફર્યું
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને પ્રચંડ જીત મળી છે અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે ભાજપે 70 વિધાનસભા બેઠકમાંથી 48 બેઠક જીતી છે અને આપને માત્ર 22 બેઠક મળી છે જ્યારે કોંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપનું શાસન પરત ફર્યું છે.