નેશનલ

દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે AAP સરકાર સામે જારી કરી ચાર્જશીટ…

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અહીંનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. એક તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહિલાઓ અને વૃદ્ધો માટે મફત યોજનાઓ શરૂ કરી રહ્યા છે, તે જ સમયે ભાજપ દિલ્હી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જારી કરી રહી છે.

આ પણ વાંચો : Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી

સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી ભાજપના ચીફ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય નેતાઓએ અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ આ ચાર્જશીટ જારી કરી હતી. આ ચાર્જશીટમાં દિલ્હી સરકાર અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધવામાં આવ્યું છે. ભાજપના નેતાઓએ તો ચાર્જશીટની પુસ્તિકા જ બહાર પાડી છે. તેમણે કેજરીવાલ પર તંજ કસતા જણાવ્યું હતું કે તેમનો AQI 1200થી વધારે હોવાથી દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે.

દિલ્હી સરકારે કરોડો રૂપિયાનું દારૂ કૌભાંડ આચર્યું છે. દિલ્હીમાં પીવાના પાણીની અેન વીજળીની વ્યવસ્થા બગડી ગઇ છે. આને કારણે લોકો દિલ્હી સરકારથી નાખુશ છે. આમ આદમી પાર્ટીમાં આમ શબ્દ માત્ર દેખાડાનો છે. જેવી રીતે ગુલાબ જામુનમાં ગુલાબ અને જામુન શબ્દ હોય છે.

આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી દિલ્હીમાં આપ અને ભાજપના આરોપ-પ્રત્યારોપોનો દોર શરૂ થઇ ગયો છે. આ વખતે ભાજપે કેજરીવાલના ભ્રષ્ટાચારનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે.

આ પણ વાંચો : Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમીએ પણ તેમની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલે મહિલા સન્માન અને સંજિવની યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત મહિલાઓને માસિક 2100 રૂપિયા આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button