ભાજપે 8 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ…
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મોડી સાંજે જાહેર કરવામાં આવેલી યાદીમાં એક રાજ્યની લોકસભા બેઠક માટે અને આઠ રાજ્યોની વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી નવ્યા હરિદાસને ટિકિટ આપી છે, જ્યાં તેનો મુકાબલો કોંગ્રેસની પ્રિયંકા ગાંધી સાથે થશે. કેરળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે નિહાર રંજન દાસને ઢોલાઈથી ટિકિટ આપી છે. દિગંત ઘાટોવરને બેહાલીથી અને દીપલુ રંજન શર્માને સમગુરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
બિહારમાં વિશાલ પ્રશાંતને તરરીથી અને અશોક કુમાર સિંહને રામગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સુનીલ સોની છત્તીસગઢના દક્ષિણ રાયપુર શહેરથી ચૂંટણી લડશે. કર્ણાટકમાં ભરત બસવરાજ બોમાઈને શિગગાંવથી અને બંગારુ હનુમંતને સંદુરથી ટિકિટ આપવામાં આવી છે. કેરળ વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો, શ્રી કૃષ્ણ કુમારને પલ્લાક્કડથી અને કે બાલકૃષ્ણનને અનુસૂચિત જાતિની અનામત બેઠક ચેલાક્કારાથી ટિકિટ આપવામાં આવી છે. રામનિવાસ રાવતને મધ્યપ્રદેશના વિજયપુરથી જ્યારે રમાકાંત ભાર્ગવને બુધનીથી ટિકિટ મળી છે.
રાજસ્થાનમાં ઝુંઝુનુ વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ભામ્બુ, રામગઢથી સુખવંત સિંહ, દૌસાથી જગમોહન મીણા, દેવલી ઉનિયારાથી રાજેન્દ્ર ગુર્જર, ખિંવસરથી રેવંત રામ ડાંગા, જ્યારે શાંતા દેવી મીણાને સલુમ્બરની અનામત બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં નૈહાટીથી રૂપક મિત્રા, હારોઆથી બિમલ દાસ, મેદિનીપુરથી સુભાજિત રૉય અને તાલડાંગરાથી અનન્નયા રૉય ચક્રવર્તીને ટિકિટ આપવામાં આવી છે.
13 નવેમ્બરે મતદાન થશે
13 રાજ્યોની 47 વિધાનસભા સીટો પર 13 નવેમ્બરે મતદાન થશે અને તેના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. તે જ સમયે, 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી.