નેશનલ

Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Election 2024) માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે સવારે 44 ઉમેદવારોની યાદી જાહેર કરીને ગણતરીના સમયમાં પાછી ખેંચી લીધી હતી. જેની બાદ હવે જૂની યાદીમાં સુધારો કરીને આ નવી યાદી બહાર પાડી છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં 90 વિધાનસભા બેઠકો છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે 24 બેઠકો પર થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે.

જમ્મુ-કાશ્મીરમાં આ વખતે રસપ્રદ હરીફાઈ

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. એક તરફ ભાજપ તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ હાલમાં એકલી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે આ વખતે પ્રથમવાર આમ આદમી પાર્ટી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

છેલ્લી ચૂંટણી વર્ષ 2014માં યોજાઇ હતી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આ અગાઉ વર્ષ 2014માં યોજાઈ હતી.આ ચૂંટણીમાં પીડીપીને 28 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 25 બેઠકો, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સને 15 બેઠકો અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. જેમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)અને ભાજપે સાથે મળીને સરકાર બનાવી હતી.

4 ઓક્ટોબરે મતગણતરી થશે

જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે 24 બેઠકો પર થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે છે. જેમાં 26 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…