Haryana માં સુનિતા કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું પીએમ મોદી સામે નહિ ઝૂકે અરવિંદ કેજરીવાલ…

ભિવાની: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી(Haryana Election 2024)પ્રચાર દરમ્યાન ભિવાનીમાં આયોજિત સભામાં જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પીએમ મોદી સામે ઝૂકશે નહીં. ભાજપ પોતાના વિરોધીઓને જેલમાં ધકેલી દે છે. ભાજપને માત્ર સત્તાનો લોભ છે. ભાજપ જાણે છે કે કેવી રીતે પાર્ટીઓ તોડવી. આ દરમિયાન સુનીતાએ પોતાને હરિયાણાની વહુ ગણાવી હતી.
આ પણ વાંચો : US state Department: કેજરીવાલની ધરપકડ બાદ USએ કોંગ્રેસના બેંક ફ્રિઝ ખાતા થવા અંગે ચિંતા વ્યક્ત કરી
સુનિતા કેજરીવાલે બીજું શું કહ્યું?
સુનીતા કેજરીવાલે કહ્યું, તમને બધાને જોઈને મને ઘણી શક્તિ મળી રહી છે. હરિયાણામાં ભાજપની સરકારને 10 વર્ષ થયા છે. હું તમને પૂછવા માંગુ છું કે શું છેલ્લા 10 વર્ષમાં તમારા બાળકોના શિક્ષણમાં સુધારો થયો છે? શું સરકારી શાળાઓ સારી છે? શું તમારા વિસ્તારમાં કોઈ સારી સરકારી હોસ્પિટલ છે? જ્યાં સારી સારવાર અને દવાઓ મફત મળે છે?
સરકારી શાળાઓ સારી અને ઉત્તમ બની
સુનીતા કેજરીવાલે કહ્યું, ‘શું તમારા ઘરમાં 24 કલાક વીજળી મળે છે ? એવું કશું થતું નથી. દરેક વિસ્તારમાં વીજળી, ગેસ અને પાણીની અછત છે. હું તમને જણાવવા માંગુ છું કે આ તમામ કામો દિલ્હી અને પંજાબમાં થઈ રહ્યા છે. આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. સરકારી શાળાઓ સારી અને ઉત્તમ બની છે. ત્યાંના બાળકોનું ભવિષ્ય સારું થઈ રહ્યું છે.
સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર આપવામાં આવી રહી છે . ઘણી જગ્યાએ મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવી રહ્યા છે. તમે બધાને કોઈ નાની બીમારી માટે દવાખાને જવું પડશે નહીં. મોહલ્લા ક્લિનિકમાં મફત અને સારી સારવાર આપવામાં આવશે.