નેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે બાયોટેકનોલોજી વિભાગનાં હાઈ પર્ફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન આપવા માટે BioE3 (અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગારી માટે બાયોટેકનોલોજી) નીતિનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

BioE3 નીતિની મુખ્ય વિશેષતાઓમાં સંશોધન અને વિકાસ અને તમામ વિષયોના ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાને નવીનતા-સંચાલિત ટેકો સામેલ છે. તેનાથી બાયોમેન્યુફેક્ચરિંગ અને બાયો-એઆઈ કેન્દ્રો તથા બાયોફાઉન્ડ્રીની સ્થાપના કરીને ટેકનોલોજીના વિકાસ અને વ્યાપારીકરણને વેગ મળશે. ગ્રીન ગ્રોથના રિજનરેટિવ બાયોઇકોનોમી મોડલ્સને પ્રાથમિકતા આપવાની સાથે આ નીતિ ભારતના કુશળ કાર્યબળના વિસ્તરણને સરળ બનાવશે અને રોજગારીના સર્જનમાં વૃદ્ધિ પ્રદાન કરશે.

એકંદરે, આ નીતિ ‘નેટ ઝીરો’ કાર્બન અર્થતંત્ર અને ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ જેવી સરકારની પહેલોને વધારે મજબૂત કરશે અને ‘સર્ક્યુલર બાયોઇકોનોમી’ને પ્રોત્સાહન આપીને ભારતને ઝડપી ‘ગ્રીન ગ્રોથ’ના માર્ગે દોરી જશે. BioE3 નીતિ વૈશ્વિક પડકારો સામે વધારે સ્થાયી, નવીનતાસભર અને જવાબદાર હોય તેવા ભવિષ્યને પ્રોત્સાહન આપશે અને તેને આગળ વધારશે તથા વિકસિત ભારત માટે બાયો-વિઝનનો પાયો નાખશે.

આ પણ વાંચો: Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

આપણો વર્તમાન યુગ જીવવિજ્ઞાનના ઔદ્યોગિકરણમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે, જેથી આબોહવામાં પરિવર્તનનું શમન, ખાદ્ય સુરક્ષા અને માનવ સ્વાસ્થ્ય જેવા કેટલાક મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને હાથ ધરવા માટે સાતત્યપૂર્ણ અને વર્તુળાકાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકાય. જૈવ-આધારિત ઉત્પાદનો વિકસાવવા માટે અત્યાધુનિક નવીનતાઓને વેગ આપવા માટે આપણા દેશમાં સ્થિતિસ્થાપક જૈવઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભી કરવી મહત્ત્વપૂર્ણ છે.

ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતું બાયોમેન્યુફેક્ચરિંગ એ દવાથી માંડીને સામગ્રી સુધીના ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની, ખેતી અને ખાદ્ય પડકારોને પહોંચી વળવા અને અદ્યતન બાયોટેકનોલોજિકલ પ્રક્રિયાઓના સંકલન દ્વારા જૈવ-આધારિત ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની ક્ષમતા છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનું સમાધાન કરવા માટે BioE3 નીતિ વ્યાપકપણે નીચેનાં વ્યૂહાત્મક/વિષયોનાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ ઉચ્ચ મૂલ્ય ધરાવતાં જૈવ-આધારિત રસાયણો, બાયોપોલિમર્સ અને ઉત્સેચકો; સ્માર્ટ પ્રોટીન અને ફંક્શનલ ફૂડ; પ્રિસિજન બાયોથેરાપ્યુટિક્સ; આબોહવાને અનુકૂળ કૃષિ; કાર્બન કેપ્ચર અને તેનો ઉપયોગ; દરિયાઇ અને અવકાશ સંશોધન.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…