ક્રિમિનલ કાયદોઓને બદલવા માટેના બિલ પાછા ખેંચ્યા અને
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદની સ્થાયી સમિતિવતી અને ભલામણ કરેલા સુધારાવધારાને ધ્યાનમાં રાખીને આજે લોકસભામાં ક્રિમિનલ સંબંધિત ત્રણ બિલને પરત લીધા હતા, જ્યારે તેની જગ્યાએ નવા બિલ રજૂ કર્યાં હતા.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) બિલ, 2023ને ભારતીય પુરાવા (બીએસ) બિલ 2023ને પરત લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ગૃહમાં મંજૂરી આપી હતી.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (બીએનએસએસ) બિલ, 2023 અને ભારતીય પુરાવા (બીએસ) બિલ, 2023ને ભારતીય દંડ સંહિતા (આઈપીસી), 1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી), 1898 અને ઇન્ડિયન એવિડન્સ (બીએસ) બિલ, 1872ની જગ્યાએ લાવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા ક્રિમિનલ સંબંધિત ત્રણ ખરડાને પાછા ખેંચી લઈને સૌને ચોંકાવ્યા છે, જેમાં ભારતીય ન્યાયિક સંહિતા બિલ, ભારતીય નાગરિક સંહિતા અને ભારતીય પુરાવા બિલનો સમાવેશ થાય છે.
અમિત શાહે કહ્યું હતું કે મેં ત્રણેય બિલ ગૃહમાં રજૂ કર્યા હતા. હોમ અફેર્સ કમિટીએ ઘણા સૂચનો આપ્યા હતા. આટલા બધા સુધારા લાવવાને બદલે અમે નવું બિલ લાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે આ બિલને જોઈન્ટ સિલેક્ટ કમિટીને મોકલવા જોઈએ. આ અંગે અમિત શાહે કહ્યું હતું કે જો વધુ સુધારાની જરૂર પડશે તો કરવામાં આવશે.