હવે અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ કામ કરવું પડશે! બિલ ગેટ્સે જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ ભારતમાં કામના કલાકોને લઈને એક વિવાદ શરૂ થયો હતો. કેટકાલ બિઝસમેનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વાત કરી હતી. પરંતુ જો કોઈ એમ કહે કે તમારે અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ કામ કરવાનું કહે તો? જી હા આવી જ એક ભવિષ્યવાણી અમેરિકાના ઉદ્યાગપતિએ કરી છે.
બિલ ગેટ્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હવે આગામી દિવસો માટે થોડી સમય બાદ હવે અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ કામ કરવાની જરૂર પડશે. હવે પ્રશ્ન થાય તે બિલ ગેટ્સે આવું કેમ કીધું? એવો તો કેવો સમય આવવાનો છે? જેમાં માત્ર અઠવાડિયામાં 2 જ દિવસ કામ કરવાનું ર હેશે. ચાલો તેની સંપૂર્ણ વિગતો મેળવીએ…
આપણ વાંચો: મહારાષ્ટ્ર સાથે સહયોગ કરવા આતુરઃ બિલ ગેટ્સ
ઈન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે કહ્યું કે, આગામી 10 વર્ષમાં લોકોને અઠવાડિયામાં ફક્ત 2 દિવસ જ કામ કરવું પડશે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક ગેટ્સે જણાવ્યું હતું કે AI ની મદદથી મશીનોની કાર્ય ક્ષમતા ખૂબ જ ઝડપથી વધી રહી છે.
તેમણે કહ્યું કે AI ટેકનોલોજી એટલી ઝડપથી વિકસી રહી છે કે માણસોને કામ કરવાની જરૂર ઓછી થશે અને આનાથી ઘણા પ્રકારના વ્યવસાયો પર અસર પડશે. એ વાત તો સાચી જ છે કે AI માનવ જાત માટે ઉપયોગી બનશે. ભારતમાં એક ઉદ્યોગપતિ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું કહે છે ત્યા બિલ ગેટ્સ માત્ર 2 દિવસ જ કામ કરવાનું કહે છે.
આપણ વાંચો: બિલ ગેટ્સ મુંબઈમાં ફડણવીસને કેમ મળ્યા, જાણો શું થઈ ચર્ચા?
AI કેવી રીતે કામ કરવાની રીત બદલશે?
જો આવું થાય છે તે ખરેખર લોકો પરથી કામનું ભારણ ઘટવાનું છે. કારણ કે અત્યારે માણસની આખી જિંદગી કામમાં જ જતી રહે છે. બિલ ગેટ્સે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આવનારા દિવસોમાં AI કેવી રીતે કામ કરવાની રીત બદલશે.
AI ની મદદથી કામદારોની અછત દૂર થશે. ખાસ કરીને આરોગ્ય, સંભાળ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં, AI જબરદસ્ત અજાયબીઓ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે AI ની મદદથી બધા કામ સરળ થઈ જશે.
આપણ વાંચો: શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!
AI લોકોની જરૂરી સેવાઓેને સરળતા બનાવશે
AI શિક્ષણ અને મેડિકલના ક્ષેત્રમાં પણ સારો એવો બદલાવ લાવશે તેવું બિલ ગેટ્સે જણાવ્યું હતું. AI ટૂલ્સના કારણે તબીબી તપાસ, માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષણમાં ફાયદો કરશે. આ ઉપરાંત AI ટૂલ્સની મદદથી લોકોને જરૂરી સેવાઓ સરળતાથી મળશે.
પરંતુ ચિંતાની વાત એ પણ છે શું AI માણસોની નોકરી ખાઈ જશે? આ બાબતે બિલ ગેટ્સે કહ્યું કે, કેટલીક નોકરીઓ એવી હશે જે ફક્ત માણસો દ્વારા જ કરવામાં આવશે.
ભવિષ્યમાં AI જેટલો ફાયદો કરાવશે તેટલું જ નુકસાન પણ કરાવશે! કારણ કે, AI એક સમયે 10 લોકો જેટલું કામ કરી શકે છે. આમાં એટલો બધો ડેટા ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે કે, તેની પાસેથી દુનિયાભરની માહિતી માત્ર સેકન્ડોમાં મેળવી શકાય છે. AI ના કારણે ભવિષ્ય કેવું હશે તેની તો સમય આવે જ ખબર પડી શકે!