GST ઘટતા બાઇક-સ્કૂટર ₹20,000 સુધી સસ્તા થશે, જુઓ કઈ કંપનીએ કેટલા ભાવ ઘટાડ્યા

મુંબઈ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ 350cc થી ઓછી એન્જીન ક્ષમતાવાળા તમામ ટૂ વ્હીલર્સ પર હવે 28 ટકાને બદલે 18 ટકા ટેક્સ લાગુ પડશે. આ ફેરફાર 22મી સપ્ટેમ્બરથી લાગુ થવાના છે, એ પહેલા કેટલાક ટૂ વ્હીલર્સ મેન્યુફેક્ચરર્સે તેના મોડેલની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
બજાજના વાહનો સસ્તા થશે:
બજાજ ઓટો લિમિટેડે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે GST ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપશે. તેથી તહેવારોની સિઝનમાં ગ્રાહકો ઓછા ભાવે વાહનો ખરીદી શકશે. કંપનીએ કરેલી જાહેરાત મુજબ, KTM મોડેલ્સ સહિત બજાજ મોટરસાઇકલના ભાવમાં 20,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે થ્રી-વ્હીલર્સના ભાવ 24,000 રૂપિયા સુધી ઘટશે. ભાવમાં આ ઘટાડો દેશભરની તમામ ડીલરશીપમાં લાગુ થશે.
આ પણ વાંચો: GST સુધારા: કારના શોખીનોને તમારી મનપસંદ કાર સસ્તામાં મળી શકશે!
હીરોના બાઈક્સ અને સ્કૂટર્સ વધુ બેજેટ ફ્રેન્ડલી બનશે:
હીરો મોટોકોર્પે પણ મોડેલ અને વેરિઅન્ટના આધારે નવી કિંમતો જાહેર કરી છે. કંપનીએ તેના મોટરસાઇકલ અને સ્કૂટર્સની કિંમતમાં 16,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હીરોના મોટરસાઇકલની વાત કરીએ તો, કરિઝ્મા 210 ની કિંમતમાં 15,743 રૂપિયા, Xpulse 210ની કિંમતમાં 14,516 રૂપિયા, Xtreme 250R ની કિંમતમાં 14,055 રૂપિયાનો ઘટાડો કર્યો છે. Xtreme 160R અને 125R ની કિંમતમાં અનુક્રમે 10,985 રૂપિયા અને 8,010 રૂપિયાનો ઘટાડો થશે.
Galmor X ની કિંમતમાં 7,813 રૂપિયા, Splendor+ની કિંમતમાં 6,820 રૂપિયા, સુપર સ્પ્લેન્ડરની કિંમતમાં 7,254 રૂપિયા, HF ડિલક્સની કિંમતમાં 5,805 રૂપિયા અને Passion+ ની કિંમતમાં 6,500 રૂપિયા સુધીનો ઘટાડો થશે.
કંપનીના સ્કૂટરની વાત કરીએ તો Destiny 125 ની કિંમતમાં 7,197 રૂપિયા, Pleasure+ ની કિંમતમાં 6,417 રૂપિયા, Xoom 160ની કિંમતમાં 11,602 રૂપિયાનો ઘટાડો થશે. Xoom 110 અને 125 ની કિંમતમાં અનુક્રમે 6,597 રૂપિયા અને 7,291 રૂપિયાનો ઘટાડો થશે.
TVSએ પણ ઘટડો જાહેર કર્યો:
ટીવીએસ મોટર કંપનીએ પણ નવા GST રેટનો લાભ ગ્રાહકો સુધી પહોંચડવાની જાહેરાત કરી છે. કંપનીએ Sports અને Radion જેવી એન્ટ્રી-લેવલ કોમ્યુટર ટીવીએસ બાઇક્સ, Jupiter અને NTorq જેવા સ્કૂટર્સ તેમજ Apache, Raider અને Ronin જેવા પ્રીમિયમ બાઈક્સ સુધીની સમગ્ર લાઇન-અપના ભાવમાં ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો: હવે લક્ઝરી શોખ મોંઘા પડશે! જાણો કઈ કઈ વસ્તુ પર લાગ્યો 40 ટકા GST
યામાહાના ટૂ વ્હીલર્સ પણ સસ્તા થશે:
જીએસટી ઘટાડાની જાહેરાત બાદ ઇન્ડિયા યામાહા મોટરે તેના ટુ-વ્હીલર્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીએ R15 મોડેલના ભાવમમાં સૌથી વધુ ઘટાડો કર્યો છે, દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2,12,020 થી રૂ. 17,581 ઘટીને રૂ. 1,94,439 થઈ છે. નેકેડ MT15ના ભાવમાં પણ રૂ. 14,964 નો ઘટાડો કરવામાં આવ્યો છે, તેની કિંમત રૂ. 1,65,536 પર આવી ગઈ છે. FZ-S Fi Hybrid ની કિંમત રૂ. 12,031 ઘટીને રૂ. 1,33,159 અને FZ-X Hybridની કિંમત રૂ. 12,430 ઘટીને રૂ. 1,37,560 થઈ ગઈ છે.
સ્કૂટર સેગમેન્ટ પર નજર કરીએ તો, યામાહાના Aerox 155 Version S ની કિંમત 12,753 રૂપિયા ઘટીને હવે 1,41,137 રૂપિયા છે. RayZRની કિંમત 7,759 રૂપિયા ઘટીને 86,001 રૂપિયા પર આવી ગઈ છે, જ્યારે Fascinoની કિંમત 8,509 રૂપિયા ઘટીને 94,281 રૂપિયા પર આવી ગઈ છે.
રોયલ એનફિલ્ડે પણ ભાવ ઘટાડો જાહેર કર્યો:
રોયલ એનફિલ્ડે પણ જાહેરાત કરી છે કે GST ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચડવામાં આવશે. કંપનીના Hunter 350, Bullet 350, Classic 350 અને Goan Classic 350ના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. હાલ કંપનીએ તેના મોડેલ્સની નવી કિંમતો જાહેર કરી નથી. કંપનીના જણાવ્યા મુજબ 22 સપ્ટેમ્બરના રોજ નવી કિંમાર બહાર પાડવામાં આવશે.
350ccથી વધુ ક્ષમતા વાળા એન્જિન ધરવતા મોટર સાઈકલ પર GST 28 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે, આ ઉપરાંત તેના પર 3 ટકા સેસ પણ લાગુ કરવામાં આવ્યો છે. જેને કારણે હેવી બાઈક્સના ભાવમાં વધારો થશે.
બધા થ્રી-વ્હીલર હવે 18% સ્લેબ રાખવામાં આવ્યા છે, વળતર સેસ દૂર કરવામાં આવ્યો છે.