બિહારના ઉંદર માત્ર દારૂ નહીં ગાજો પણ ફૂંકે છેઃ આ અમે નહીં પોલીસ કહે છે

પટનાઃ બિહારની ચૂંટણી ધીમે ધીમે નજીક આવતી જાય છે એટલે ઘણી ખબરો પણ પાછી સપાટી પર આવતી હોય છે. આવા જ એક કિસ્સામાં બિહાર પોલીસની એક ખબર પ્રકાશમાં આવી છે. આમ તો આ વાત છેક 2018ની છે જ્યારે નદી થાણા ક્ષેત્રમાં સંદિગ્ધ હાલતમાં એક ટ્રક મળ્યો હતો.
તપાસ દરમિયાન ટ્રકમાંથી 562 કિલો ગાંજો મળ્યો હતો. આરોપી ચાલક જગજીત સિંહને પકડી જેલભેગો કરવામાં આવ્યો. આ સાદોસીધો કેસ વિવાદાસ્પદ બન્યો છેક ડિસેમ્બર, 2024માં. આનું કારણ હતું બિહાર પોલીસનું બયાન. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે ખરો ખેલ શરૂ થયો. પોલીસે કોર્ટને લેખિતમાં નવેદન આપ્યું કે જપ્ત ગાંજામાંથી માત્ર 327 કિલો જ પોલીસના પોલીસના તાબામાં છે. તો સવાલ એ થયો કે બાકી બચેલો 235 કિલો ગાંજો ગયો ક્યાં. હવે આ સવાલના જવાબમાં પોલીસે કોર્ટમાં કહ્યું કે તેમણે જે ગાંજો રાખ્યો હતો તે ઉંદરે નષ્ટ કરી નાખ્યો.
આરોપીના વકીલ મનોજ કુમાર સિંહએ જાણકારી આપી કે તેમના અસીલને દસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે સવાલ એ છે ઉંદરોએ ગાંજાના પેકેટ કાતરી નાખ્યા હોય તેમ બને પણ તેઓ ખાઈ ગયા ? . બિહારના ઉંદરો એટલા બાહુબલી છે કે 235 કિલો ગાંજો પચાવી નાખે.
જોકે આ પહેલીવાર નથી કે બિહાર પોલીસે નશીલો માલ જપ્ત કર્યા બાદ ઉંદરોને સામે ધરી દીધા હોય, શરાબબંધી સમયે પણ પોલીસ આવા જવાબ આપી ચૂકી છે. શરાબની બોટલો ઉંદરોએ કોતરી નાખી હોવાનું પણ પોલીસ કહી ચૂકી છે.
આ પણ વાંચો…એકે-47 અને ગ્રેનેડ્સ જપ્તિના કેસમાં બિહારનો ગૅન્ગસ્ટર વસઈમાં પકડાયો