Top Newsનેશનલ

લાલુ યાદવની આ દીકરીએ રાજકારણ છોડવાની જાહેરાત કરતા બિહારમાં રાજકારણ ગરમાયું…

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામ પણ આવી ગયું છે. તેવામાં હવે બિહારનું રાજકારણ ગરમાયું છે. કારણ કે, લાલુ પ્રસાદ યાદવની દીકરીએ એક્સ પર પોસ્ટ કરીને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. રોહિણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને રાજકારણ છોડવાની સત્તાવાર જાહેરાત કરી છે. આખરે શા માટે રોહિણી આચાર્ય રાજકારણ છોડી રહી છે? તે મામલે હજી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

રોહિણી રાજકારણ સાથે પરિવાર સાથેનો નાતો પણ છોડશે?

ખાસ કરીને વાત કરવામાં આવે તો, બિહારમાં એનડીએ ખૂબ જ સારી બહુમતી મેળવી છે. જેના કારણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને સત્તા મળી શકે તેમ નથી. આરજેડીને માત્ર 25 બેઠકો જ મળી છે. તેવામાં રોહિણી આચાર્યએ રાજકારણ છોડવાની જાહેરાત કરી દીધી છે. એક્સ પર પોસ્ટ કરતા રોહિણી આચાર્ચે લખ્યું કે, હું રાજકારણ છોડી રહી છું’. મહત્વની વાત એ છે કે, રાજકારણ છોડવા સાથે સાથે પરિવાર સાથેનો નાતો તોડવાની પણ વાત કરી છે.

વધુમાં રાહિણી આચાર્યે લખ્યું કે, આવું કરવા માટે સંજય યાદવ અને રમીઝે કહ્યું હતું, પરંતુ આનો બધો જ દોષ હું મારા પર લઈ રહી છું. નોંધનીય છે કે, રોહિણીના આ નિવેદન કારણે આરજેડીમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, ચૂંટણી હાર્યા બાદ લાલુ યાદવ પરિવારમાં વિવાદ થઈ રહ્યો છે. હવે આ વિવાદના કારણે આરજેડી પાર્ટીને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

રાહિણી આચાર્યના ટ્વીટ મામલે આરજેડીએ શું કહ્યું?

રાહિણી આચાર્ય રાજકારણ છોડવાની જાહેરાત કરી તે બાદ આરજેડીનું પણ નિવેદન પ્રકાશમાં આવ્યું છે. આરજેડીએ કહ્યું કે, આ પરિવારનો એક આંતરિક મામલો છે. અત્યારે આ મામલે અનેક નેતાઓએ પણ એક્સ પર પોસ્ટ કરીને પોતાના મંતવ્યો આપ્યાં છે. પ્રદીપ ભંડારીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, પીએમ મોદીએ કરેલી ‘પરિવાર વિરુદ્ધ પરિવાર’ની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. આરજેડીમાં આંતરિક વિવાદ ચાલતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…‘કુંભ ફાલતુ છે’, લાલુ યાદવના નિવેદન બાદ હોબાળો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button