બિહારમાં હવે મુખ્યમંત્રીપદને મુદ્દે ખેંચતાણ, ભાજપ નીતિશને ગાદી પર બેસાડવા તૈયાર નહીં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ મુખ્યમંત્રી નામ પર ચર્ચાઓ તેજ થઈ છે. જેમાં એનડીએ આ વખતે મુખ્યમંત્રી પદના નામ વિના ચૂંટણી લડી હતી.જેના લીધે નીતિશ કુમાર સિવાય અન્ય નામોની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની છે. જયારે નીતિશ કુમારની જેડીયુએ 85 બેઠક મેળવી છે. જેના લીધે મુખ્યમંત્રી નામ પર સસ્પેન્સ ઉભું થયું છે.
નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 85 બેઠક મળી
નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 85 બેઠક મળી છે. જયારે નીતિશ કુમાર પોતે એમએલસી છે પોતે ચૂંટણી લડ્યા ન હતા. પરંતુ તેમના પ્રભાવના લીધે પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે તેવું માનવામાં આવે છે. તેમજ તેમના શાસન લોકો ખુશ છે જેના લીધે આટલી બેઠકો મળી શકી છે. તેમજ નીતિશ કુમારના 29માંથી 28 મંત્રીઓ ચૂંટણી જીત્યા છે.
સીએમનું નામ પરિણામ બાદ વિધાયક દળની બેઠકમાં નક્કી કરાશે
જોકે, આ દરમિયાન હવે એવી ચર્ચાઓ પણ જોર પકડ્યુ છે ભાજપ ગત વિધાનસભા કરતા આ વખતે સારો દેખાવ કર્યો છે. તેમજ ભાજપ હવે નીતિશ કુમારને ફરી સીએમ બનાવવાના મૂડમાં નથી. તેમજ ઈલેકશન પૂર્વે જ ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે સીએમનું નામ પરિણામ બાદ વિધાયક દળની બેઠકમાં ધારાસભ્યો દ્વારા નક્કી કરવામાં આવશે.
નીતિશ કુમાર સોમવારે પદ પરથી રાજીનામું આપશે
બિહારમાં નવી સરકારની રચનાની ઔપચારીક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિશ કુમાર સોમવારે પદ પરથી રાજીનામું આપશે જેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બની જાય. સોમવારે અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા બાદ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને રાજીનામું સોંપશે. ત્યારબાદ તેઓ પાર્ટીની બેઠકમાં ભાગ લેશે કે જેમાં તેઓ જેડીયુના ચૂંટાયેલા 85 ધારાસભ્યો આગળની રણનીતિ નિર્ધારિત કરશે.
આ પણ વાંચો…5 બેઠકો જીતીને ઓવૈસીનો હુંકાર: “ભાજપને રોકવાની જવાબદારી માત્ર મુસ્લિમો જ કેમ ઉઠાવે?”



