નશો માણસ પાસેથી શું કરાવી શકે છે! જાણો બિહારના આ કાળજું કંપાવી દે તેવા કિસ્સા વિશે

પટના: બિહારના નાલંદા જીલ્લામાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, ધડથી માથું અલગ કરીને એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાના ગાળા પર ધારદાર હથિયાર વડે ઘણા ઘા મારવામાં આવ્યા હતાં, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાની આટલી ક્રુરતા પૂર્વક હત્યા બીજાકોઈ નહીં પણ તેના દીકરાએ કરી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. માતાની હત્યા પાછળનું કારણ પત્ની સાથેના ઝઘડા સાથે જોડવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આરોપી યુવક ગાંજાનો વ્યસની છે, ઘટના સમયે યુવક નશામાં હતો કે નહીં એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: પ્રેમસંબંધની શંકાથી પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ ફટકારી
ઘરની અંદર એક ખાડો ખોદ્યો:
અહેવાલ મુજબ નાલંદા જીલ્લાના સબલપુર ગામના રહેવાસી મોહન ઉપાધ્યાયે તેમના નાના પુત્ર અજિત કુમાર પર તેમની પત્ની સખો દેવી (75) ની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુજબ શનિવારે સવારે મોહન ઉપાધ્યાય ઘરની બહાર આવ્યા અને બૂમો પાડીને લોકોને જણાવ્યું કે અજિતે તેની પત્નીની હત્યા કરી છે. પડોશમાં રહેતા લોકો એકઠા થઇ ગયા.
લોકો ઘરની અંદર ગયા ત્યારે તમણે જોયું કે મહિલાની હત્યા કર્યા પછી, આરોપી અજીતે મૃતદેહને દફનાવવા માટે ઘરની અંદર એક ખાડો ખોદ્યો હતો. આરોપી અજીતે લગભગ 2 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. પિતાએ તેને જોઈ ગયા અને તે બૂમો પાડતા બહાર આવ્યા હતાં.
પત્નીને માર માર્યો હતો:
આરોપી તેના માતાપિતા સાથે જ રહેતો હતો. આરોપી ચાર બહેનોમાં સૌથી નાનો છે, તેનો એક ભાઈ CRPF માં છે. જ્યારે બીજા ભાઈઓ નોકરી કરે છે. બધા ભાઈઓ અલગ રહે છે. પિતાના જણાવ્યા મુજબ, અજિત કુમારે બે દિવસ પહેલા તેની પત્નીને માર માર્યો હતો, જેના કારણે પત્ની પિયરે જતી રહી હતી.
પત્નીના જતા રહેવાથી અજિત માનસિક રીતે પરેશાન થઈ ગયો. અજિત ગાંજાનો વ્યસની છે. તેણે ગાંજાના નશામાં આ હત્યા કરી હતી કે કેમ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.